Friday 30 November 2018

એકતા મા બળ

એક સમયની વાત છે કે કબૂતરોનુ એક ઝુંડ આકાશમાં ભોજનની શોધમાં ઉડી રહ્યુ હતુ.
 ભૂલથી આ ઝુંડ શિકાર શોધતા શોધતા  એક એવા પ્રદેશમાંથી પસાર થયુ જ્યા દુકાળ પડ્યો હતો.
કબૂતરોનો સરદાર ચિંતિત થઈ ગયો કારણ કે કબૂતરો થાકી રહ્યા હતા. જલ્દી જ તેમને થોડા દાણા મળવા જરૂરી હતા.
દળના યુવા કબૂતર સૌથી નીચે ઉડી રહ્યા હતા.
ભોજન નજર આવતા જ તેમને બધાને સૂચના આપવાની હતી.  ઘણુ લાંબુ અંતર કાપ્યા પછી નીચે હરિયાળી જોવા મળી તો 

 બધાને ભોજન મળવાની આશા બંધાઈ.
યુવા કબૂતર વધુ નીચે ઉડવા લાગ્યા.  ત્યારે તેમને ખેતરમાં ઘણા બધા અનાજના દાણા વિખરાયેલા જોવા મળ્યા.   

તેમણે ઝંડના સરદારને કહ્યુ... કાકા નીચે એક ખેતરમાં ઘણા બધા દાણા વિખરાયેલા છે  આપણા બધાનુ પેટ ભરાય જશે...

 સૂચના મળતા જ  આખુ દળ નીચે ઉતર્યુ અને દાણા ચણવા લાગ્યુ.
વાસ્તવમાં તે દાણા પક્ષી પકડનારા એક શિકારીએ વિખેર્યા હતા. ઉપર ઝાડ પર તેણે જાળ લટકાવી હતી.. જેવા જ કબૂતર દાણા ચણવા લાગ્યા કે તેમના પર જાળ આવીને પડી.
 બધા કબૂતર ફસાય ગયા.  
બધા કબૂતર રડવા લાગ્યા કે આપણે બધા માર્યા જઈશુ.  પણ સરદાર કશુ વિચારી રહ્યા હતા.
 એકાએક તેમણે કહ્યુ સાંભળો જાળ મજબૂત છે એ તો ઠીક છે પણ તેમા એટલી પણ શક્તિ નથી કે એકતાની શક્તિને હરાવી શકે.  
આપણે આપણી શક્તિને એક કરીશુ તો મોતના મોઢામાંથી પણ બચી શકીએ છીએ.   તમે બધા ચાંચ વડે જાળને પકડો.. 

 

પછી હુ જ્યારે ફુર્રર્ર  કહુ તો એક સાથે જોર લગાવીને ઉડજો.. 

 

બધાએ સરદારની આજ્ઞાનું પાલન કરતા જાળ ચાંચમાં પકડીને ઉડવાની તૈયારી રાખી.  એટલામાં જાળ  બિછાવનાર શિકારી આવતો જોવા મળ્યો.  
જાળમાં કબૂતરોને ફસાયેલા જોઈને તેની આખો ચમકી ઉઠી અને તે ખુશીથી ઉછળતો જાળ તરફ દોડ્યો.
તેને જોતા જ કબૂતરોના સરદારે કહ્યુ ફુર્રર્રર્ર બધા કબૂતર એક સાથે જોર લગાવીને ઉડ્યા તો આખુ જાળ હવામાં ઉપર ઉઠ્યુ અને બધા કબૂતર જાળને લઈને જ ઉડવા માંડ્યા.
કબૂતરોને જાળ સહિત ઉડતા જોઈને શિકારી આશ્ચર્ય ચકિત થઈ ગયો.. અને જાળની પાછળ દોડવા લાગ્યો.
 આટલી વજનદાર જાળ લઈને લાંબો સમય ઉડવુ શક્ય નહોતુ. સરદારે ઉપાય વિચાર્યો.
 નિકટમાં જ એક પર્વત પર સરદારનો મિત્ર ઉંદર દર બનાવીને રહેતો હતો. કબૂતર પર્વત પર પહોંચતા જ સરદારનો સંકેત મેળવીને જાળ સહિત ઉંદરના દર નિકટ ઉતર્યા. 

 સરદારે મિત્ર ઉંદરને સમગ્ર ઘટના સંભળાવી. ઉંદરે જાળ કાપીને તેમને આઝાદ કર્યા. સરદારે પોતાના મિત્ર ઉંદરનો આભાર માન્યો અને કબૂતરોનું ઝુંડ આઝાદીની ઉડાન ભરવા લાગ્યુ.. 

વાંદરાનું કાળજું

નર્મદા નદીને કિનારે એક મોટું જાંબુનું ઝાડ હતુ. તેના પર એક વાંદરો રહેતો હતો. તે વાંદરાને જાંબુ ખૂબ જ ભાવતાં હતા. નીચે નદીમાં એક મગર પોતાના પરીવાર સાથે રહેતું હતુ. એક દિવસ વાંદરો જાંબુ ખાતો હતો, અને મગર નીચે આરામ કરી રહ્યો હતો. જાંબુ ખાતાં-ખાતાં વાંદરાના હાથમાંથી થોડાં જાંબુ નીચે મગર પર પડી રહ્યા હતા. મગરે તેને ચાખ્યાં તો તેને તેનો સ્વાદ ખૂબ જ સારો લાગ્યો.

આ રોજનો ક્રમ થઈ ગયો હતો કે વાંદરો જાંબુ ખાતો અને નીચે પડેલાં જાંબુ ખાવા માટે મગર આમતેમ ડોલતો રહેતો હતો. એક દિવસ વાંદરાનું ધ્યાન મગરની આ ક્રિયા પર ગયું. આથી તેને જાણી જોઈને ઝાડની ડાળી હલાવી બહુ બધાં જાંબુ નીચે પાડ્યાં. મગર તો રાજીનો રેડ થઈ ગયો. આમ, બંને વચ્ચે દોસ્તી થઈ ગઈ.

 
એક દિવસ મગર થોડાં જાંબુ પોતાના પરીવાર માટે લઈ ગયો. તેની પત્ની અને બાળકોને આ જાંબુ ખૂબ જ ભાવતા હતા. તેથી તે રોજ પોતાનાપરીવાર માટે જાંબુ લઈ આવતો. એક દિવસ તેની પત્નીને વિચાર આવ્યો કે આ જાંબુ કેટલા મીઠા છે. વાંદરો રોજ આ ફળ ખાય છે તો તેનું કાળજુ કેટલું મીઠું હશે ! તેને પોતાનો આ વિચાર પોતાના પતિને જણાવ્યો. મગરે પહેલા તો ના પાડી દીધી કે નહી એ તો મારો મિત્ર છે, હું આવુ કેવી રીતે કરી શકું ? પણ તેની પત્ની જીદ લઈને બેસી ગઈ કે તમે વાંદરને લઈને નહી આવો તો હું તમારી સાથે નહી રહું. 

વિચાર કરતાં-કરતાં મગરના મનમાં પણ લાલચ આવી ગઈ, અને પોતાની પત્નીને ખુશ કરવા તેણે આ વાત માની લીધી. 

 

બીજા દિવસે જ્યારે એ નદી કિનારે વાંદરાને મળ્યો ત્યારે તેણે કહ્યું કે ' તને કદી નદીની અંદરની દુનિયા જોવાની ઈચ્છા નથી થતી ? વાંદરો બોલ્યો ' થાય છે, પણ શું કરું મને તરતાં નથી આવડતુ ને.

 

મગરે કહ્યું ' અરે, હું છુ ને તારો દોસ્ત. તુ મારી પીઠ પર બેસી જા અને હું તને બધે ફરાવીશ. વાંદરો તો તૈયાર થઈ ગયો. અને તરતજ મગરની પીઠ પર જઈને બેસી ગયો. મગર પાણીમાં ઉતરી તરવા લાગ્યો. વાંદરો તો પહેલીવાર પાણીમાં ફરી રહ્યો હતો. તેને ખૂબ મજા પડી રહી હતી. બંને મિત્રોએ એકબીજા સાથે વાતચીત કરવાની શરૂ કરી દીધી.

 

જ્યારે વાતો કરતાં-કરતાં તેઓ નદીની વચ્ચે પહોંચ્યાં ત્યારે વાંદરાએ કહ્યું કે ' માફ કરજે મિત્ર, મારે તને મારવો પડશે, કારણકે મારી પત્નીને તારું કાળજુ ખાવું છે. આ સાંભળી વાંદરો પહેલાં તો ગભરાઈ ગયો, પણ પછી તરત જ મનમાં કાંઈ વિચારી બોલ્યો ' અરે મિત્ર, તારે મને પહેલાં કહેવું જોઈએ ને, આજે જ મે મારું કાળજું ધોઈને ઝાડ પર સૂકવવા મૂક્યું છે, આપણે તેને લેવા માટે પાછા ફરવું પડશે. 

 

મગર તો આ સાંભળી તરત જ લાળ ટપકાવતો પાછો વળ્યો. નદીને કિનારે આવતાં જ વાંદરો છલાંગ મારી ઝાડ પર ચઢી ગયો. અને બોલ્યો '

 

અરે, મૂર્ખ કાળજુ પણ કદી ઝાડ પર મૂકાય ? તેના વગર આપણે કેવી રીતે જીવી શકાય ? આજથી તારી અને મારી મિત્રતા તૂટી ગઈ. તારા જેવા મિત્ર હોય તો દુશ્મનની શું જરુર છે ? આ સાંભળી મગર શરમનો માર્યો નદીમાં પાછો વળી ગયો.

 

શીખ - આ વાર્તા પરથી શીખ મળે છે કે મિત્ર એવા હોવા જોઈએ જે મુસીબતમાં તમને કામ આવે, એવા મિત્રોથી દૂર રહો જે પોતાના સ્વાર્થ માટે તમને નુકશાન પહોચાડે. 

અભિમાન ની સજા

એક સાબર હતું. તેને સાબરના ટોળામાં ગમે નહિ. 

 કાયમ તે પોતાના સાથીદારોથી અલગ થઈ એકલું એકલું ફરે.
એક દિવસ સાબર નદી કાંઠે ઉગેલું લીલું લીલું તાજું ઘાસ ચરતું હતું.
ઘાસ ખાઈને સાબર પાણી પીવા નદી કિનારે ગયું.
નદીનું પાણી કાચ જેવું ચોખ્ખું હતું.
સાબરે પાણી પીવા જતાં પાણીમાં પોતાનું પ્રતિબિંબ જોયું.
તેને થયું, વાહ! કેવાં સુંદર મારાં શીંગડાં છે!
માથે જાણે મુગટ પહેર્યો હોય તેવાં શોભે છે! પણ મારા આ પગ કેવા પાતળા! મને એ બેડોળ કરી મૂકે છે, એનું જ મને દુઃખ છે.

પોતાના મોટા શીંગડાના અભિમાનથી તે પોતાના બીજાં સાથીઓથી જુદું પડી હંમેશ એકલું ફરતું.
પોતાના સાથીઓનાં નાનાં શીંગડાં જોઈ તેની ઠેકડી ઉડાવતું.
એક દિવસ તે ઘાસ ચરતું હતું.
તે સમયે નજીકમાં જ ધ્રુજાવી દે એવી પરિચિત વાસ તેને આવી. તે કંઈ સમજે તે પહેલાં વાવાઝોડાં માફક ધસી આવતા બે ખૂંખાર ચિત્તા જોયા. 

 

સાબર તો છલાંગ મારતું જાય નાઠું.
બંને ચિત્તા તેનો પીછો કરતા તેની પાછળ પડ્યા.
પોતાનો જીવ બચાવવા સાબર આગળ ને આગળ દોડ્યે જાય. ઝડપથી દોડવામાં એના પાતળા પગે એને ખૂબ મદદ કરી.
તે ચિત્તાથી ઘણું આગળ નીકળી ગયું ને ગીચ જંગલમાં આવી પહોંચ્યું.
ત્યાં અચાનક જાણે કોઈએ તેને પકડી દોડતું અટકાવ્યું હોય તેવું લાગ્યું. 

 સાબરે જોયું કે એનાં શીંગડાં એક ઝાડની ડાળીઓમાં ભરાઈ ગયાં છે.
તેણે ડાળીઓમાંથી શીંગડાં કાઢવા ખૂબ મહેનત કરી પણ તેનાં વાંકાં ચૂકાં શીંગડાં એવા ભરાઈ ગયા કે તે નીકળ્યાં જ નહિ. સાબરને થયું, મારા આ દૂબળા પાતળા પગને મેં ખોટા વગોવ્યા ને! તેણે તો મને ચિત્તાના પંજામાંથી બચાવ્યું.
પણ મને જે શીંગડાંનું અભિમાન હતું.
એ શીંગડાં જ મારાં શત્રુ બન્યાં.
ખરેખર તો જે ચીજ આપણને મદદ કરે તેમ હોય તેનું રૂપ કે દેખાવ ન જોવો જોઈએ અને જે ચીજ આપણને મુસીબતમાં મૂકી દે તેમ હોય તે ગમે તેટલી રૂપાળી હોય તો પણ તેનાથી ખૂબ સાવચેત રહેવું જોઈએ. 

 

આમ બરાબર વિચાર કરતું હતું ત્યાં જ તેના સારા નસીબે શીંગડું તૂટી ગયું અને તે પોતાના પાતળા પગની મદદથી નાસીને પોતાનો જીવ બચાવવામાં સફળ બન્યું.

Thursday 29 November 2018

સ્વર્ગ અને નરક

ગોપાલ ખૂબ જ આળસી માણસ હતો.
ઘરના લોકો પણ તેની આદતથી કંટાળી ગયા હતા.
તે કાયમ જ ઈચ્છતો હતો કે તેને એક એવુ જીવન મળે, જેમા તે આખો દિવસ સૂઈ રહે અને જે વસ્તુ જોઈએ એ તેને પથારીમાં જ મળી જાય. પણ આવુ ક્યારેય ન થયુ. 

એક દિવસ તેનુ મોત થઈ ગયુ. મૃત્યુ પછી તે સ્વર્ગમાં પહોંચી ગયો, જે તેની કલ્પનાથી પણ સુંદર હતુ. ગોપાલ વિચારવા લાગ્યો.. કાશ.. આ સુંદર જગ્યાએ હું પહેલા જ આવી ગયો હોત. બેકારમાં ધરતી પર રહીને કામ કરવુ પડતુ હતુ. જવા દો.. હવે તો હું આરામની જીંદગી જીવીશ
તે આવુ વિચારી જ રહ્યો હતો એટલામાં હીરા-ઝવેરાતવાળા એક પલંગ તરફ ઈશારો કરતા તે બોલ્યો - તમે તેના પર આરામ કરો. તમને જે જોઈશે એ પલંગ પર જ મળી જશે.
આ સાંભળીને ગોપાલ ખૂબ ખુશ થઈ ગયો. 

હવે તે દિવસ-રાત ખૂબ ઉંઘતો.
તેને જે જોઈએ પથારીમાં જ મંગાવી લેતો.
કેટલાક દિવસ આ જ રીતે વીતતા ગયા. પણ હવે તે કંટાળવા લાગ્યો હતો.
તેને ન તો દિવસે ચેન હતુ ન તો રાત્રે ઉંઘ આવતી. જેવો તે પથારી પરથી ઉઠવા જતો દાસ-દાસીઓ તેને રોકી લેતા. આવી રીતે અનેક મહિના વીતી ગયા. ગોપાલને આરામની જીંદગી હવે બોજ જેવી લાગતી હતી. 

સ્વર્ગમાં તેને બેચેની થવા લાગી. એ થોડુંક કામ કરીને પોતાનો દિવસ વિતાવવા માંગતો હતો. એક દિવસ તે દેવદૂતની પાસે ગયો અને તેને બોલ્યો - હુ જે કંઈ કરવા માંગતો હતો, તે બધુ કરીને જોઈ લીધુ છે. હવે તો મને ઊંઘ પણ આવતી નથી. હું કંઈક કામ કરવા માંગુ છુ શુ મને કામ મળશે ? 

તમને અહીં આરામ કરવા માટે લાવવામાં આવ્યા છે. આ જ તો તમારા જીવનનું સ્વપ્ન હતુ. માફ કરો, હું તમને કોઈ કામ નથી આપી શકતો.
દેવદૂત બોલ્યો. 
ગોપાલે ચિઢાઈને કહ્યુ - વિચિત્ર વાત છે, હું આ જીવનથી કંટાળી ગયો છુ. હું આ રીતે મારો સમય નથી પસાર કરી શકતો. એના કરતા એ સારુ રહેશે કે તમે મને નરકમાં મોકલી આપો. 

દેવદૂતે ધીમેથી કહ્યુ - તમને શુ લાગે છે તમે ક્યા છો ? સ્વર્ગમાં કે નરકમાં ? 
ગોપાલ બોલ્યો - હું કંઈ સમજ્યો નહી. 
દેવદૂત બોલ્યા - અસલી સ્વર્ગ એ જ હોય છે જ્યા મનુષ્ય દિવસ-રાત મહેનત કરીને પોતાના પરિવારનુ ભરણપોષણ કરે છે. તેમની સાથે આનંદનો સમય વિતાવે છે. જે સુખ સુવિદ્યાઓ મળે છે તેમા તે ખુશ રહે છે. પણ તમે ક્યારેય આવુ ન કર્યુ. તમે તો કાયમ આરામ કરવાનું જ વિચારતા રહ્યા. 

જ્યારે તમે ધરતી પર હતા ત્યારે આરામ કરવા માંગતા હતા. હવે તમને આરામ મળી રહ્યો છે તો કામ કરવા માંગો છો. સ્વર્ગમાં આનંદથી કંટાળવા લાગ્યા છો. 

ગોપાલ બોલ્યો - કદાચ હવે મને સમજાય ગયુ છે કે મનુષ્યએ કામના સમયે કામ અને આરામના સમયે આરામ કરવો જોઈએ. બંનેમાંથી એક પણ વસ્તુ વધુ આવી જાય તો જીવનમાં નીરસતા આવી જાય છે. 
સત્ય છે કે મારા જેવા આળસી વ્યક્તિઓ માટે એક દિવસ સ્વર્ગ પણ નરક બની જાય છે

Tuesday 27 November 2018

परमेश्वर

.
.एक बच्चा जला देने वाली गर्मी में नंगे पैर
गुलदस्ते बेच रहा
था
.
लोग उसमे भी मोलभाव कर रहे थे।
.
एक सज्जन को उसके पैर देखकर बहुत दुःख हुआ, सज्जन
ने बाज़ार से नया जूता ख़रीदा और उसे देते हुए कहा
"बेटा
लो, ये जूता पहन लो"
.
लड़के ने फ़ौरन जूते निकाले और पहन लिए
.
उसका चेहरा ख़ुशी से दमक उठा था.
वो उस सज्जन की तरफ़ पल्टा
और हाथ थाम कर पूछा, आप परमेश्वर  हो ?
.
"उसने घबरा कर हाथ छुड़ाया और कानों को हाथ लगा कर
कहा, "नहीं बेटा, नहीं, मैं परमेश्वर
नहीं"
.
लड़का फिर मुस्कराया और कहा,
"तो फिर ज़रूर परमेश्वर के दोस्त होंगे,
.
क्योंकि मैंने कल रात परमेश्वर से कहा था
कि मुझे नऐ जूते दे दो ".
.
वो सज्जन मुस्कुरा दिया और उसके माथे को प्यार से
चूमकर अपने घर की तरफ़ चल पड़ा.
.
अब वो सज्जन भी जान चुके थे कि परमेश्वर का दोस्त
होना
कोई मुश्किल काम नहीं..
.
खुशियाँ बाटने से मिलती है 💕
.....
🎅

એક રૂપિયો

એક મહાત્મા ભ્રમણ કરતા કોઈ નગરમાં થઈને જઈ રહ્યા હતા. માર્ગમાં તેણે એક રૂપિયો મળ્યો. મહાત્મા વૈરાગી અને સંતોષથી ભરેલા માણસ હતા . ભલા એ એક રૂપિયાનું શું કરતા આથી તેણે આ રૂપિયો કોઈ દરિદ્રને આપવાના વિચાર કર્યું ઘણા દિવસની શોધ પછી પણ તેમણે કોઈ ગરીબ માણસ મળ્યો નહી. 

એક દિવસતે તેમના દૈનિક ક્રિતાકર્મ માટે સવારે-સવારે ઉઠીને જુએ છે કે એક રાજા તેમની સેનાને લઈને બીજા રાજ્ય પર આક્ર્મણ માટે તેમના આશ્રમ સામેથી સેના સાથે જઈ રહ્યા છે. ઋષિ બહાર આવ્યા તો તેણે જોઈને રાજાએ તેમની સેનાને રોકવાના આદેશ આપ્યું અને પોતે આશીર્વાદ માટે ઋષિ પાસે આવીને બોલ્યા મહાત્મન હું બીજા રાજયને જીતવા માટે જઈ રહ્યું છું જેથી મારું રાજ્ય વિસ્તાર થઈ શકે. આથી મને વિજયી થવાનો આશીર્વાદ આપો. 

 

તેના પર ઋષિ ખૂબ વિચાર્યા પછી તે એક રૂપિયા રાજાની હથેળી પર મૂકી દીધું. આ જોઈને રાજા હેરાન અને નારાજ બન્ને થયા પણ તેને આ વાતનું કારણ બહુ વિચાર્યા પછી પણ ન આવ્યું. તો રાજાએ મહાત્માએ તેનો કારણ પૂછ્યું  તો મહાત્માએ રાજાને સરળ ભાવથી જવાબ આપ્યું કે રાજન ઘણા દિવસ પહેલા મને આ એક રૂપિયા આશ્રમ આવતા સમયે રસ્તમાં મળ્યું હતું. તો મને લાગ્યું કે કોઈ ગરીબને આપી  દેવો જોઈએ. કારણકે કોઈ વેરાગીના પાસે આનો  કોઈ મોલ નહી . બહુ શોધ્યા પછી પણ મને કોઈ દરિદ્ર માણસ નહી મળ્યું પણ , આજે તમને જોઈને આ ખ્યાલ આવ્યું કે તમારાથી દરિદ્ર તો કોઈ નહી , આ રાજ્યમાં ઘણુ  હોવા છતાંત કોઈ બીજા મોટા રાજ્યની લાલચ રાખે છે. આજ કારણ છે કે હું તમને આ એક રૂપિયા આપ્યું છે. 

 

રાજાને ભૂલ લાગી અને તેણે યુદ્ધ કરવાના વિચાર પણ મૂકી દી

Monday 26 November 2018

કીડી અને સિંહ ની મિત્રતા

એક જંગલમાં બે મિત્ર રહેતા હતા - એક સિંહ અને એક કીડી.  બંને કદ-કાઠી રંગ-રૂપમાં એકબીજાથી બિલકુલ જુદા જ હતા. અહી સુધી કે તેમના વિચાર પણ જુદા હતા. તેમ છતા એ બંને ખૂબ સારા મિત્ર હતા.  એક દિવસ વાત કરતી સમયે વાઘે કીડીને કહ્યુ કે કીડી તુ ખૂબ જ નાનકડી છે.   તુ કોઈને મદદ નથી કરી શકતી.  હુ જંગલનો રાજા છુ અને બળવાન છુ. તને ક્યારેય મારી જરૂર પડે તો મને બોલાવી લેજે.  સિંહનો ઘમંડ જોઈને કીડી  મનમાં જ હસવા લાગી અને બોલી ઠીક છે વનરાજ.. 

 

એકવાર જંગલમાં એક મદમસ્ત હાથી આવ્યો. રાજા સિંહ સૌને બચાવવા માટે હાથી સાથે બાથે વળગ્યો. પણ હાથી તો મદમસ્ત હતો. તેને હરાવવો કોઈના ગજાની વાત નહોતી. સિંહના વશમાં કશુ જ નહોતુ અને હાથીએ સિંહને હરાવી દીધો.  પોતાના થાકેલા મિત્ર સિંહને જોઈને કીડીને ખૂબ ગુસ્સો અવ્યો. તેણે એક તરકીબ વિચારી.  કીડી હાથીની સુંઢમાં ઘુસીને તેના મગજ સુધી પહોંચી ગઈ.  કીડીએ હાથીના મગજની એક નસ કાપી નાખી. જેનાથી હાથી પસ્ત થઈ ગયો અને મરી ગયો. 

 

ત્યારબાદ સિંહે પોતાની મિત્ર કીડી પાસે પોતાની ઘમંડ માટે માફી માંગી અને બંને મિત્ર હસતા હસતા પોતાના રસ્તે ચાલી નીકળ્યા. 

 

શિક્ષા/પાઠ - આપણે ક્યારેય પણ અભિમાન ન કરવુ જોઈએ. 

બકરી અને ઘોડો.

એક  ખેડૂતની પાસે એના ફાર્મમાં એક બકરી અને એક ઘોડો હતાં.બકરી અને ઘોડો એક બીજા માટે લાગણીના તંતુથી જોડાયેલાં હતાં.એક દિવસ ઘોડો અચાનક માંદો પડી ગયો .ખેડૂતે પ્રાણીઓના નિષ્ણાત ડોક્ટરને ફાર્મ ઉપર બોલાવ્યા.ડોક્ટરે ઘોડાને તપાસીને ખેડૂતને કહ્યું “આ ઘોડો વાયરસમાં સપડાઈ ગયો છે .એને ત્રણ દિવસ માટે દવા આપવી પડશે.હું ત્રીજા દિવસે આવીશ અને જો એની સ્થિતિમાં સુધારો નહીં જણાય તો પછી એના જીવનનો અંત લાવવો જરૂરી બનશે.”

ઘોડાની બાજુમાં ઉભેલી બકરી એક ધ્યાનથી ખેડૂત અને ડોક્ટરની આ વાતચીત સાંભળી રહી હતી.બીજે દિવસે ડોક્ટરના માણસો ઘોડાને દવા આપીને ગયા પછી બકરી ઘોડાની નજીક ગઈ અને એને કહેવા લાગી “દોસ્ત,તારું મન મજબુત કર અને  ઉભો થઇ જા . ઉભો થઈને તું ચાલવા લાગ નહિતર એ લોકો તને કાયમ માટે સુવાડી દેશે એ નક્કી છે.

બીજે દિવસે પણ ડોક્ટરના માણસો આવીને ઘોડાને દવા આપીને વિદાય થયા.બકરી ફરી ઘોડાની પાસે આવીને એના મિત્રમાં જોશ આવે એવા શબ્દોમાં કહેવા લાગી “મારા દોસ્ત,થોડું વધારે જોર લગાવીને ઉભો થઇ .તારે જો જીવવું હોય તો એ જ એક રસ્તો છે નહિતર તું મર્યો સમજજે.એટલે જરા પ્રયત્ન કર ,હું તને ઉભાં થવામાં મારાથી બનતી મદદ કરીશ.ચાલ, એક…..બે…..ત્રણ….

ત્રીજે દિવસે પ્રાણીઓના ડોક્ટર આવ્યા અને ઘોડાને દવા આપ્યા પછી એમણે ખેડૂતને કહ્યું :”કમનશીબે અમારે આવતીકાલે કોઈ પણ હિસાબે આ ઘોડાને કાયમ માટે સુવડાવી દેવો પડશે. જો એમ નહીં કરીએ તો ઘોડાનો વાયરસ ચોતરફ ફેલાઈ જતાં બીજા ઘોડાઓને પણ એનો ચેપ લાગવાનો મોટો ભય છે.

ડોક્ટરના ગયા પછી બકરી ઘોડા પાસે ગઈ અને એને કહેવા લાગી : તેં સાંભળ્યું ને ડોક્ટરે શું કહ્યું ? દોસ્ત,સાંભળ,મરણીયો થઈને ઉભો થઇ જા .આજે જ અને અત્યારે જ, પછી તો કદી નહીં. જરા હિંમત બતાવ, કમ ઓન, જોર લગાકે હૈસો,ઉભો થઇ જા.એક…બે… અને ત્રણ ….

પોતાના દોસ્ત બકરીના જોશીલા શબ્દોની એના પર ચમત્કારીક  અસર થઇ .ઘોડામાં સુસુપ્ત રીતે પડેલી જીજીવિષા જાગૃત થઇ ગઈ.ઘોડો ધીમે ધીમે ઉભો થઇ ગયો.બકરીના વધુ પ્રોત્સાહનથી એ ચાલવા માંડ્યો અને પછી દોડવાનું શરુ કર્યું.બકરી ખુશ થઇ ગઈ અને કહેવા લાગી :”તેં કરી બતાવ્યું,,દોસ્ત તું મારો શેર છે,તું એક મોટો ચેમ્પિયનછે.”  

ઘોડાનો માલિક ખેડૂત ઘોડાને દોડતો જોઈને ઘરની બહાર દોડી આવ્યો અને ખુશીમાં આવી જઈને મોટેથી બોલી ઉઠ્યો :”અરે, આ હું શું જોઈ રહ્યો છું.આ તો મોટો ચમત્કાર થઇ ગયો .મારો ઘોડો હવે સાજો થઇ ગયો.” 

જીવનની મોટી કરુણીકા અને વિધિની વિચિત્રતા તો આ ખેડૂતે ખુશ થઈને આગળ જે કહ્યું એમાં આવે છે. 

ખેડૂતે એના મિત્રોને સંબોધી કહું : ” મારો ઘોડો હવે પહેલાની જેમ દોડવા લાગ્યો છે. હવે એક મોટી મિજબાની કરવી જ જોઈએ.ચાલો, આ બકરીની કતલ કરીએ અને એક ગ્રાંડ પાર્ટીમાં એનું જમણ કરીએ!”   

એક બકરી અને ઘોડાની ઉપરની વાર્તા ઉપરથી મેં જીવનના નીચેના બોધપાઠ તારવ્યા છે. 

મુશ્કેલીઓના સમયમાં એક સાચો મિત્ર જ બીજા મિત્રના દુઃખમાં રસ લે છે અને    એને મદદ કરવાની હંમેશા ભાવના રાખતો હોય છે.

મિત્રની હતાશાને દુર કરે અને  એને જીવન જીવવા જેવું છે એવું પ્રોત્સાહન અને પ્રેરણા પૂરી પાડે એ જ સાચો મિત્ર.

દરેક મનુષ્યને જીવન વ્હાલું હોય છે.ગમે એવા વિપરીત સંજોગોમાં પણ એનામાં  જીજીવિષા સુસુપ્ત રીતે પડેલી હોય છે .જરૂર હોય છે એને જાગૃત કરી જીવનની  પહાડ જેવી લાગતી કસોટીઓનો મજબુત મન ,હિંમત અને જોસ્સાથી સામનો કરવાની.પ્રયત્ન જારી રાખવાથી અશક્ય લાગતું કામ પણ શક્ય બની શકે છે.જીવનની નાની વસ્તુઓથી જીવન પૂર્ણ બને છે અને પૂર્ણ જીવન એ કંઇ નાની વસ્તુ નથી.

શું જિંદગીમાં કે શું કામ-ધંધાની જગાઓએ એ એક વિચિત્રતા છે કે કોઈ માણસની પ્રગતિ કે ઉન્નતિ પાછળ કોનો હાથ રહેલો છે એની કોઈને જલ્દી ખબર પડતી નથી.આને લીધે ઘણીવાર જેણે મદદ કરી હોય એને જ સહન કરવાનું થાય છે .

કોઈ કામની કદર કરે કે ન કરે,વેઠવાનું આવે કે ન આવે પરંતુ હંમેશા કર્તવ્ય બજાવતાં રહેવું એ એક કળા છે. એ એક સાચી જીવન કલા છે .  

વગર વિચાર્યું કામ કદી કરવું નહિ

ઘણાં વર્ષો પહેલાંની આ વાત છે. 

ઉજૈન નગરીમાં એક બ્રાહ્મણ રહેતો હતો. એ સ્વભાવનો શંકાશીલ અને ઉતાવળિયો હતો. નાની નાની વાતમાં ગુસ્સે થઈ જાય અને ધમાલ મચાવે. એની પત્ની એને આવું ન કરવા ઘણી વખત સમજાવે પણ તોય તેના સ્વભાવમાં ફરક પડતો ન હતો. 

એક વખત તેની પત્ની નદી પર પાણી ભરવા ગઈ. તે જતાં જતાં તેના પતિને કહેતી ગઈ કે આપણું બાળક પારણાંમાં સૂતું છે તેનું તમે ધ્યાન રાખજો અને હું ન આવું ત્યાં સુધી તમે દૂર ખસતા નહિ. 

બન્યું એવું કે જેવી બ્રાહ્મણી ગઈ કે તરત બ્રાહ્મણને તેના યજમાનનું એક તેડું આવ્યું. યજમાનને ઘરે કોઈ સારો પ્રસંગ હતો અને તે નિમિત્તે તેણે બધા બ્રાહ્મણોને સીધું-સામાન અને દાન-દક્ષિણા લેવા બોલાવ્યાં હતાં. બ્રાહ્મણને થયું કે જો હું જવામાં મોડું કરીશ તો મારાં દાન-દક્ષિણા પણ અન્ય બ્રાહ્મણો લઈ જશે અને મને કંઈ નહિ મળે. આજુબાજુ જોયું તો તેણે પોતાનો પાળેલો નોળીયો દેખાયો. 

બ્રાહ્મણના ઘરની આજુબાજુ ઘણી વખત સાપ નીકળતા હતા અને સાપના ઉપદ્રવથી બચવા માટે બ્રાહ્મણ-બ્રાહ્મણીએ નોળીયો પાળ્યો હતો. બ્રાહ્મણે નોળીયાને બાળકની બાજુમાં બેસવાનું અને તેનું બરાબર ધ્યાન રાખવાનું કહ્યું અને તે યજમાનના ઘરે ગયો. 

બ્રાહ્મણના ગયા પછી નોળીયાએ એક મોટા કાળા સાપને બાળક તરફ આવતા જોયો. નોળીયા તો સાપના જન્મજાત દુશ્મન એટલે એ સાપના ટૂકડેટૂકડાં કરી ખાઈ ગયો. ત્યાં તેણે બ્રાહ્મણને આવતાં જોયો એટલે તે દોડીને તેના પગમાં આટોળવા લાગ્યો. 

બ્રાહ્મણે જોયું તો નોળીયાનું મોઢું લોહીવાળું હતું. તેણે ઉતાવળે એવું માની લીધું કે નકી આ નોળીયો મારા બાળકને મારીને ખાઈ ગયો લાગે છે. ગુસ્સે ભરાઈને તેણે પોતાની લાકડી વીંઝી નોળીયાને ત્યાં ને ત્યાં મારી નાખ્યો અને ઝટઝટ અંદર જઈને જુએ તો બાળક પારણાંમાં ઘસઘસાટ ઊંઘી રહ્યું હતું અને પારણાની આસપાસ મરેલા સાપના ટુકડાં વેરણછેરણ પડ્યાં હતાં. 

આ જોઈને એને ખ્યાલ આવ્યો કે તેના વફાદાર પાળેલા નોળીયાએ તો તેના બાળકને મોતનાં મોંમાંથી ઉગાર્યો હતો અને પોતે તે ભલાં પ્રાણીની કોઈ કદર કરવાના બદલે વગર વિચાર્યે તેને જ મારી નાખ્યો હતો. 

બ્રાહ્મણી પાણી ભરીને પાછી આવી તો તેને પણ પોતાના પાળેલા નોળીયાને મરેલો જોઈ ખૂબજ દુઃખ થયું. પછી તેણે બે દિવસના નકોરડા ઉપવાસ કર્યા અને બ્રાહ્મણ પાસેથી એવું પાકું વચન લીધું કે હવે પછી તે ક્યારે પણ ગુસ્સામાં આવી કોઈ વગર વિચાર્યું કામ કદી નહિ કરે.

Sunday 25 November 2018

મુરખ ની દોસ્તી ની સજા

ગધેડાએ વાઘને કહ્યું ,' ઘાસ પીળું હોય છે .'

વાઘે કહ્યું , ' નહિ ઘાસ તો લીલું હોય છે .'

પછી તો પૂછવું શું , બંને વચ્ચે ચર્ચા જામી પડી . બંને પોત પોતાની વાતે મક્કમ રહ્યા . આ વિવાદના અંત માટે બંને વનરાજ સિંહ પાસે ગયા .

પ્રાણીદરબારમાં સર્વની મધ્યે રાજા તરીકે સિંહાસને સિંહ આરૂઢ હતા .

વાઘ કઈ કહે એ પહેલા તો ગધેડાએ કહેવાનું શરૂ કરી દીધું .

' બોલો ! વનરાજ ઘાસ પીળું હોય છે ને ? '

સિંહે કહ્યું , ' હા ! ઘાસ પીળું હોય છે .'

ગધેડો , ' આ વાઘ માનતો જ નથી . મને હેરાન કરે છે . એને યોગ્ય સજા થવી જોઈએ .'

રાજાએ ઘોષણા કરી , ' વાઘને એક વર્ષ માટે જેલ થશે . '

મહારાજનો ચુકાદો સાંભળી ગધેડો આનંદમાં આવી નાચતો કૂદતો જંગલમાં ચાલ્યો . રસ્તે જે મળ્યા તેને કહેતો ગયો કે વાઘને એક વર્ષની સજા થઈ છે . '

જે કોઈ સાંભળતું તે નવાઈ પામતું . એક ગધેડાએ એવું તે શું કર્યું કે વાઘને જેલની સજા થઈ .

વાઘે વનરાજ સમીપે જઈ પૂછ્યું , ' કેમ મહારાજા !  ઘાસ તો લીલું હોય છે ને ? '

મહારાજાએ કહ્યું , ' હા ! ઘાસ તો લીલું હોય છે .  '

વાઘે કહ્યું , ' .... તો પછી મને જેલની સજા શા માટે ? '

સિંહે કહ્યું , ' તમને એટલા માટે સજા નથી આપી કે ઘાસ પીળું હોય છે
કે લીલું . તમને એટલા માટે સજા આપી છે કે ગધેડા જેવા મૂર્ખ સાથે
તમારા જેવા બહાદૂર અને ઉચ્ચ કોટિના પ્રાણી એ વિવાદ કર્યો અને અહીં સુધી નિર્ણય કરાવવા આવી
પહોચ્યા .

*શીખવાનું શુ......👇*
*કે જીવન માં મૂરખ લોકો અને બહુ હોશિયાર પોતાની જાત ને સમજતા હોઈ એવાની સાથે મગજ મારી મા પડવું નહીં.*

*કારણ કે એમાં કિંમત આપડી થાય મૂરખ ની નહીં.*

બાપા કાગડો

એક છોકરો. છોકરો બહુ કાલો ને પડપૂછિયો હતો. રોજ તે બાપની સાથે દુકાને જાય અને બાપને કાંઈનું કાંઈ પૂછ્યા જ કરે. વાણિયો એટલો બધો શાંત હતો કે દીક...