Thursday 31 January 2019

ચાલાક સસલું

મધ્ય ભારતમાં નંદનવન નામે એક જંગલ આવેલું હતું.

 તે જંગલનો રાજા સિંહ હતો. 

તે સિંહ પોતાને તો ફાવે તેમ તે જંગલના કાયદા ઘડતો.

તેને થયું કે "હું રાજા…અને શિકાર કરવા જાતે જાઉં, એ તો બરોબર ન કહેવાય." તેથી તેણે કાયદો કર્યો કે રોજ જંગલના એક પ્રાણીએ વારાફરથી તેના પાસે આવવાનું અને તેનો ખોરાક બની જવાનું.

 બધા પ્રાણીઓને પણ થયુ કે આમેય રોજ આટલા બધાને મારે છે. તરો જ સિંહનો ભોગ બનીને દરેકે ભયમાં જીવવું તેના કરતા દરેક ઘરમાંથી રોજ એક જ જણે જવું. 

આમ નક્કી થયું. સિંહને તો જલસા પડી ગયા.

રોજ વારા ફરથી એક પછી એક પ્રાણીનો ક્રમ આવવા માંડ્યો. વારા પ્રમાણે એક વાર ચતુર સસલાનો વારો આવ્યો. સસલાને જરાયે ન ગમ્યું.

 આમ પણ મરવા જવું કોને ગમે?

 પણ… તે લાચાર હતો. તે વિચારવા લાગ્યો આમાંથી ઉગરવાનો કોઇ ઉપાય શોધવો જોઇએ જેથી બધાને બચાવી શકાય. પણ…શું? એમ વિચારતો વિચારતો તે સિંહ પાસે પહોંચ્યો ત્યારે થોડુ મોડું થઇ ગયું હતું. 

ભૂખથી પીડિત સિંહ ગુસ્સાથી આંટા મારતો હતો.


સસલાને જોતા જ તેણે ત્રાડ પાડી…”કેમ આટલું મોડું?” 

સસલું કહે,”રસ્તામાં….” સિંહ વચ્ચે જ કહે,”હવે એ બધી વાર્તા રહેવા દે..મારા દાદા મૂરખ હતા ને પોતાનો જીવ ગુમાવ્યો હતો….હું મૂરખ નથી. 

તને કૂવામાં બીજો સિંહ દેખાયો…અને એવી બધી વાત ની ચાલાકીમાં હું નહીં ફસાઉં…”


સસલુ કહે, ”હા,નામદાર….મને યે એ ખબર છે. 

અને એ માટે હું દિલગીર છું.

 મારે તો મારા દાદાએ આપના દાદા સાથે કરેલ છેતરપિંડીનું પ્રાયશ્વિત કરવું છે અને હું તમને મૂરખ બનાવી શકું એવી મારી હેસિયત કયાં છે?”

સિંહ થોડો શાંત અને ખુશ થયો.પછી કહે,”તો મોડું કેમ થયું?”

સસલુ કહે, ”આ તો હું આવતું હતું.

.ત્યાં તળાવ ને સામે કિનારે એક વૃધ્ધ સિંહ અને તેની પત્ની મળ્યા. 

રાજાજી શું સુંદર સિંહણ…!! યુવાન સિંહણ અને એ ઘરડો સિંહ…..!!! સિંહણને એ ખૂબ હેરાન કરે છે…પણ બિચારી કોને કહે? બાકી નામદાર,એ તો આપ જેવા સિંહની રાણી તરીકે જ શોભે હોં!!”


કહી સસલાએ તો સિંહણના એટલા બધા વખાણ કર્યા અને કહ્યું કે તમે જ એને આ લુચ્ચા સિંહના ત્રાસમાંથી છોડાવી શકો તેમ છો. સિંહ ને તો પોતાના વખાણ સાંભળી પોરસ ચડયો,”મારા રાજયમાં એ સિંહણ દુ:ખી થાય એ કેમ ચાલે? ચાલ, મને બતાવ….”


સસલું તો સિંહને નદી કિનારે લઇ ગયું. એને તો સામે કોઇ દેખાયું નહીં. સસલું કહે,” સિંહણને લઇ ગયો લાગે છે. બહુ સરસ છે ને એટલે બહુ બહાર જ નથી નીકળવા દેતો બિચારીને!!”


સિંહ કહે ,”એમ? તો હવે શું કરવું?” સસલું કહે,”અરે,એ સિંહ બિચારો છે વૃધ્ધ.તમારી એક ઝાપટનો જ ઘરાક છે. અને આ કંઇ ઉંડો કૂવો થોડો છે? છીછરું તળાવ છે…એક છલાંગ મારશો ને સીધા સામે કિનારે…તમારા જેવાને વાર કેટલી?”


સિંહ ને તો આવી ગયો જુસ્સો. વળી તે હમણાં બહુ બહાર નીકળતો ન હોવાથી તેને ખબર પણ નહોતી કે હમણાં આ તળાવ માં કેટલો કાદવ જમા થયો હતો કે જરાક પગ મૂકશે અને ડૂબી જશે. સિંહે તો વગર વિચાર્યે એવો જોશથી કૂદકો માર્યો તળાવ માં….હવે તળાવમાં એટલો કાદવ હતો કે સિંહરાજા તો કાદવમાં ફસાઇ ગયા…અને જેમ બહાર નીકળવાનું જોર કરે તેમ વધારે ને વધારે ફસાતો જાય. છેવટે સિંહ એમાં જ ફસાઇ ને કાદવમાં જ ડૂબી ને મરી ગયો.


સાર: ક્યારેય પોતાના વખાણ સાંભળીને પોરસાઈ ન જવું.બુદ્ધિ નો ઉપયોગ કરવો જોઈએ


Wednesday 30 January 2019

બીરબલ ની ખીચડી

એક દિવસે અકબરે સભામાં ઘોષણા કરી કે નગર પાસે જે નદી છે જેમાં પાણી બરફ બની જાય છે જો  કોઈ માણસ રાત ભર તેમાં ઉભો રહીશ તો હું એમને મનભાવતું ઈનામ આપીશ


 એક વૃદ્ધ  માણસ આ કરવા માટે તૈયાર થઈ ગયું. અકબરે એક સિપાહીને તે માણસને નિગરાણી માટે મોકલ્યું.
એ માણસ એ નદીમાં ગયું અને એને આશરે 1 કિમી દૂર પ્રગટતા દીપક તરફ મોઢું કરીને ઉભા રહેવાનું સ્વીકાર કર્યું આ વાત સિપાહીને નવાઈ લાગી. 


એ માણસ રાતભર કડકાડાતી ઠંડમાં નદીમાં ઉભુ રહ્યું અને સવારે રાજ્યસભામાં આવીને એને રાજાથી પારિતોષિક આગ્રહ કીધું .
ત્યારે અકબરએ સિપાહીથી પૂછ્યું કે શું આ માણસે  સાચે રાતભર નદીમાં સમય પસાર કર્યું ?
સિપાહીએ કહ્યું- હાં ! પણ આ માણસ આશરે 1 કિમી દૂર પ્રગટી રહેલા દીપકથી  તાપ લઈ રહ્યું હતું. 


 આ સાંભળીને અકબરે ગુસ્સો આવી ગયું.
અને એને કોઈની ના સાંભળી અને એ વૃદ્ધને સજા-એ-મૌત આપી.
તે વૃદ્ધ માથા નમાવીને ઉભું રહ્યું અને એને જેલમાં બંદ કરી દીધું. 


 સભામાં આ બધું બીરબલ જોઈ રહ્યું હતું.
સભા પછી બીરબલે અકબરથી આગ્રહ કીધું કે એ એમનાઅ ઘરે ભોજન પર આવે.
અકબરે નિમંત્રણ સ્વીકાર કરી લીધું. 


 

kbara-birabalના ઘરે પહોંચ્યા.
અકબરે મોડા સુધી ઈંતજાર કર્યું તેને ભૂખ પણ લાગી હતી. પણ ભોજન તૈયાર નહી હતું.
અકબરે બીરબલથી પૂછયું ભોજન ક્યારે મળશે ?  

 બીરબલે કીધું હું કલાક સુધી પહેલા ખિચડી રાંધવા માટે મૂકી છે પણ શું ખબર , એ શા માટે રંધાતી જ નહી ? અકબરે કીધું  ક્યાં બની રહી છે મને જોવાવો.
બીરબલે જોવાયું તેને નીચે સગડી બળી રહી છે અને ઉપર અગાસીમાં ખિચડી રાંધવા મૂકી છે. 


 આ જોઈ અકબરને ગુસ્સેમાં કહ્યું - બીરબલ શું તમે ગાંડા થઈ ગયા છો.
આ રીતે તો પાણી પણ ગરમ નહી થશે.
તો આ ખિચડી કેવી રીતે રંધાય .
ત્યારે બીરબલે કીધું કે નદીમાં ઉભેલા માણસને 1 કિમી દૂર પ્રગટતા દીપકથી તાપ લઈ શકે છે ત્યારે ખિચડી પણ રાંધી શકાય છે. 


 

હવેવરનેપૂ વાત સમજાઈ અને એને તે વૃદ્ધને મુક્ત કરી મનભાવતું ઈનામ આપ્યું. એવી હતી બીરબલની પ્રસિદ્ધ ખિચડી . 


Sunday 27 January 2019

લુચ્ચું વરુ

એક વરુ હતું.
એક દિવસ તે શિકાર કરીને ખાતું હતું ત્યારે ઉતાવળમાં તેના ગળામાં નાનું હાડકું ફસાઈ ગયું.
એણે હાડકાને બહાર કાઢવા ઘણી મહેનત કરી પણ હાડકું બહાર નીકળ્યું નહિ.


તેને થયું કે જો આ હાડકું નહિ નીકળે તો હું ભૂખ અને તરસથી મરી જઈશ! તે જંગલનાં બધાં પ્રાણીને કહેવા લાગ્યું, ‘મારા ગળામાંથી હાડકું કાઢી આપો ને?’ પણ બધાં પ્રાણીઓએ એને કહ્યું કે ના, અમે નહિ કાઢી આપીએ.

 વરુને ગળામાં ખૂબ જ દુઃખવા લાગ્યું.
તે બરાડા પાડતું નદી કિનારે આવી પહોંચ્યું.
ત્યાં એક બગલો ઊભો હતો.


 વરુએ બગલાને કહ્યું,‘બગલાભાઈ, મારા ગળામાં ફસાયેલ હાડકું કાઢી આપો, હું તમને મોટું ઈનામ આપીશ.’


 

વરુ પોતાનું મોં ખલ્લું રાખીને બેઠો હતો.
બગલાભાઈએ ઈનામની લાલચે વરુના મોંમા તેની ચાંચ નાખી ખૂબ મહેનત કરીને વરુના ગળામાંથી હાડકું બહાર કાઢ્યું. વરુને રાહત થઈ.

 બગલો કહે, ‘વરુભાઈ, મને મારું ઈનામ આપી દો.’


 વરુ ઘૂરક્યો, ‘અલ્યા બગલા! તું ઈનામથી વાત ભૂલી જા. મારા મોંમાંથી કોઈ બચ્યું છે ખરું?
તારી ડોક મારા મોમાં હતી તોય હું તને મારીને ખાઈ ન ગયો એટલે તારે મારો આભાર માનવો જોઈએ.
તું બચી ગયો છે, આથી વધુ સારું ઈનામ હું તને બીજું શું આપું, બોલ?’

 બગલો શું બોલે? મોં વકાસીને બેસી રહ્યો.
લુચ્ચું વરુ ત્યાંથી હસતું હસતું જતું રહ્યું.


ન્યાય પ્રિય દેડકો



બહુ દિવસ પહેલાની વાત છે. નર્મદા નદીને કિનારે એક લીલો દેડકો રહેતો હતો. તે સ્વભાવમાં ખૂબ શાંત સાધુ જેવો હતો. આથી નદીના બધા જીવજંતુ તેનુ માન રાખતા હતા. તેઓ પોતાનો અંદરો-અંદરનો ઝઘડાનો નિર્ણય પણ તેની પાસે જ કરાવતા. જ્યારે નદીમાં પાણી વધી રહ્યુ હતુ ત્યારે ક્યાંકથી એક સાંપ પણ ત્યાં આવી ગયો. નદીમાં આટલી બધી માછલીઓ જોઈને તે ત્યાં જ રહેવા માંડ્યો અને લાગ જોઈને માછલીઓને ખાવા માંડ્યો.

માછલીઓનો પરીવાર નદીમાં ફેલાયેલો રહેતો હતો., આથી બહુ દિવસ સુધી તો એમને પોતાના દોસ્તોના વિનાશની જાણ જ ન થઈ. ધીરે-ધીરે જ્યારે બહુ બધી માછલીઓ ગાયબ થઈ ગઈ ત્યારે નાની માછલીઓને લાગ્યુ કે જરૂર મોટી માછલીઓ નાની માછલીઓને ખાઈ જાય છે. આમ, માછલીઓમાં ઈર્ષા અને બીકની ભાવના વધવા લાગી. તે નદીમાં ભયને કારણે એકબીજાથી દૂર રહેવા માંડી.


સાંપ માટે તો આ પરિસ્થિતિ વધુ ફાયદાકારક રહી અને તે વધુ ઝડપથી માછલીઓને ખાવા માંડ્યો, હવે માછલીઓની ચિંતા વધવા માંડી. આ સમસ્યાનો હલ શોધવા નાની અને મોટી માછલીઓ લીલા દેડકાં પાસે ગઈ. 


દેડકાંએ બંને પક્ષોની વાત સાંભળી અને કહ્યુ - ' જો તમે બંને નિર્દોષ છો તો એકબીજાથી દૂર કેમ ભાગો છો ? એક સાથે રહો અને સાથે મળીને ખોરાકની શોધમાં નીકળો. જે મળે તે વહેંચીને ખાવ. આવુ કરવાથી જે દોષી હશે તે પોતાનો દોષ છોડી દેશે અને જો તેને આવુ કર્યુ તો બધા તેને ઓળખી જશે.


માછલીઓએ દેડકાની વાત માની લીધી. બીજા દિવસે તેઓ ચારાની શોધમાં એકસાથે નીકળી. તેથી સાઁપને તે દિવસે ભૂખે રહેવું પડ્યુ. સાંપ પણ ઓછો નહોતો. તેને પાછળથી હુમલો કરી બે માછલીઓને પકડી લીધી. પણ બીજી માછલીઓએ તેને જોઈ લીધો. સાંપના બીકથી બધી માછલીઓ ભાગવા માંડી. કદી તે ઉપર આવતી તો કદી એકદમ નીચે ડુબકી લગાવતી.


હવે તેમને પોતાના શત્રુની જાણ થઈ ગઈ હતી. તેમને પોતાના બચાવની તૈયારી શરૂ કરી દીધી. થોડીક મોટી માછલીઓ દૂર રહીને ચોકીદારી કરતી. સાંપ પણ હવે ચિડાઈને તેમની પર હુમલો બોલાવતો પણ બહુ ઓછી માછલીઓ તેના પકડમાં આવતી. એક દિવસે મછીયારાએ પાણીમાં માછલી પકડવા જાળ બીછાવી. બહુ બધી માછલીઓ તેમાં સપડાઈ ગઈ. 


સાંપ પણ માછલીઓની પાછળ પાછળ આવી રહ્યો હતો તેથી તે પણ જાળમાં ફસાઈ ગયો. સાપે એક માછલીના બચ્ચાને પોતાના મોઢામાં પકડી લીધુ આ જોઈને તે બચ્ચાંની માં એ તેને સાંપને પૂછડી પર બચકું ભર્યુ. સાંપને પીડાના કારણે પાછળ ખસવા ગયો તો તેના મોઢામાંથી માછલી નીકળી ગઈ. નાની માછલીએ જ્યારે જોયુ કે સાંપ તેની મમ્મીને મારવા જઈ રહ્યો છે તો તેને પણ સાંપને બચકુ ભર્યુ. ફરી સાંપ નાની માછલી તરફ ફર્યો તો તેની મમ્મીએ તેને બચકુ ભર્યુ.


બીજી માછલીઓએ જ્યારે આ જોયુ તો તેમનુ સાહસ વધી ગયુ અને તે પણ સાંપ પર તુટી પડી. સાંપ તો લોહીલુહાણ થઈ ગયો આથી તેને ત્યાંથી ભાગવામાં જ સમજદારી સમજી, પણ સામે જાળ બિછાવેલી હતી. 


તેણે ઝડપથી એક જગ્યાએથી જાળને કાપવાનું શરુ કર્યુ અને તેમાં એક મોટુ કાણું પાડીને ત્યાંથી ભાગવા માંડ્યો. માછલીઓ પણ તેનો પીછો કરવા માછલીઓને માંડી. ઘાયલ સાંપ દેડકા પાસે ગયો. અને બોલ્યો ' ન્યાય કરો, આ સાચુ છે કે હુ આ માછલીઓને ખાતો રહ્યો છુ, પણ આજે મેં જાળ કાપીને આ લોકોનો જીવ બચાવ્યો છે. 


દેડકાએ થોડીવાર વિચાર્યુ પછી બોલ્યો - ' જાળ તો તે તારો જીવ બચાવવા કાપી છે. જેની સાથે-સાથે માછલીઓની પણ રક્ષા થઈ ગઈ. જો માછલીઓ તને પોતાનો શુભચિંતક માનીને તારા પર વિશ્વાસ કરે તો તેમને તુ ફરી ખાવાનું શરુ કરી દઈશ. આજે માછલીઓને પોતાની એકતાની શક્તિનું ભાન થયુ છે. હુ તારો પક્ષ નહી ખેંચુ. તારે આ સ્થાન છોડીને જવું પડશે. સાંપ ત્યાંથી જતો રહ્યો અને બધી માછલીઓ પ્રેમપૂર્વક રહેવા માંડી


બાપા કાગડો

એક છોકરો. છોકરો બહુ કાલો ને પડપૂછિયો હતો. રોજ તે બાપની સાથે દુકાને જાય અને બાપને કાંઈનું કાંઈ પૂછ્યા જ કરે. વાણિયો એટલો બધો શાંત હતો કે દીક...