Wednesday 26 December 2018

દૈવી પાંખો

દૈવી પાંખો 

પરદેશના એક રાષ્ટ્રીય ઉદ્યાનમાં એક વખત દાવાનળ ફાટી નીકળ્યો, સેંકડો કિલોમીટર્સમાં ફેલાયેલાં વૃક્ષો, છોડવાઓ તેમજ ઘાસ બળીને ભસ્મ થઈ ગયું. આગને ઠારતાં પણ થોડાક દિવસો લાગી ગયા. આગ સંપૂર્ણપણે ઠરી ગઈ પછી એ વિસ્તારના રેન્જ ફોરેસ્ટ ઓફિસર પોતાના માણસો સાથે વન્ય જીવોની કેટલી ખુવારી થઈ છે તેનો અંદાજ લગાવવા માટે નીકળ્યો. એક પર્વત પર ચડતાં એમણે એક વિચિત્ર દૃષ્ય જોયું. બળીને સાવ ઠૂંઠા થઈ ગયેલા એક ઝાડ નીચે એક વિશાળ પક્ષી ઊભાં ઊભાં જ સળગી ગયું હતું. જાણે કોલસો જ બની ગયું હતું. ફોરેસ્ટ ઓફિસરે પોતાની લાકડીથી એ પંખીને આડું પાડ્યું. જેવું પંખી આડું પડ્યું કે તરત એની પાંખ નીચેથી ચીં... ચીં... કરતાં ત્રણ નાનકડાં અને થોડાક નબળાં પડી ગયેલાં બચ્ચાં નીકળી આવ્યાં. બધાંના આશ્ચર્ય વચ્ચે આટલી ભીષણ આગ વચ્ચે પણ એ જીવતાં રહ્યાં હતાં. 

એની માતાની દૈવી પાંખો નીચે એમને બરાબર રક્ષણ મળી શક્યું હતું. પેલી પક્ષી-માતાને ખબર જ હતી કે આગ બધે ફેલાવાની જ છે. આમેય પક્ષીઓને તો આની આગોતરી જાણ થઈ જતી હોય છે. એ ધારત તો ઊડીને દૂર પણ જઈ શકી હોત. પરંતુ પોતાનાં બાળકોને નોધારાં છોડી દેવાને બદલે એણે એમને પોતાની પાંખો નીચે ગોઠવી દીધાં હશે. જ્યારે અગ્નિની ઝાળ એને અડકી હશે ત્યારે પણ એ જરાક પણ હલી નહીં હોય, કારણ કે જો એ હલી જાય તો પાંખ નીચેથી બચ્ચાં બહાર આવી જાય. એ એમ જ ઊભાં ઊભાં જ સળગી ગઈ હશે. એનો નિશ્ચય કેવો દૃઢ અને અડગ હશે? એણે નક્કી કરી જ લીધું હશે કે એને મરવાનું જ છે, કારણ કે નાનકડી ત્રણ જિંદગીઓને હજુ જીવવાનું બાકી હતું.

આપણા અનેક અવતરો, મહાન પુરુષો તેમજ સરહદ પરના બહાદુર જવાનોએ આપણે શાંતિની જિંદગી જીવી શકીએ એ માટે આવી જ રીતે અગન-પિછોડી ઓઢી લીધી છે ને? એ દૈવી પાંખોનાં આપણે હંમેશ ઋણી રહીશું.

- મનનો માળો (ભાગ - ૨)

- ડો. આઈ.કે.વીજળીવા

Tuesday 25 December 2018

કુવાની ચોકીઓ

             એક જંગલમાં નાનું ઝરણું વહે. ચોમાસામાં તો એ છલકાઈને નદી જેવડું થઈ જાય. અને શિયાળામાં ઝરણું બની જાય. પણ ઉનાળામાં સાવ જ સુકાઈ જાય.
એ ઝરણું સુકાઈ જાય ત્યારે જંગલમાં રહેતાં પ્રાણીઓને બહુ તકલીફ પડે. પાણી વગર બધાંને જ્યાં ને ત્યાં ભટક્વું પડે. કેટલાંક તો તરસ્યાં મરી જાય.

                   આથી એક વાર જંગલનાં બધાં પશુ-પંખીઓની સભા મળી. અને એમાં બધાંએ વિચાર્યું કે, એક કૂવો ખોદીએ. એટલે કાયમ માટે પાણીનું સુખ થઈ જાય. બધાંને આ વાત ગમી ગઈ. બધાં કૂવો ખોદવા તૈયાર થઈ ગયાં.
અને એક જગ્યા નક્કી કરી બધાંએ કૂવો ખોદવા માંડ્યો. ચકલીથી માંડીને હાથી સુધીના જીવ માટી ખોદી ખોદીને દૂર ફેંકવા લાગ્યાં. જોતજોતામાં મોટો કૂવો ખોદાઈ ગયો. જેમ નીચે જતાં ગયાં તેમ તેમ ભીની ભીની માટી નીકળવા માંડી અને એક દિવસ પશુ-પંખીઓની મહેનત ઊગી નીકળી. કૂવામાં ઝરણ વહેવા લાગ્યાં... કૂવામાં પાણી આવી ગયું. પશુ-પંખીઓ તો આનંદથી નાચવા લાગ્યાં... ગાવા લાગ્યાં... કોલાહલ કરી મૂક્યો. બધાંએ પેટ ભરી ભરીને પાણી પીધું અને પાણીયે કેવું કોપરા જેવું મીઠું... !

                 પાણી ન પીવા દીધું શિયાળને. શિયાળ બહુ લુચ્ચું. એણે જરાય મદદ ન કરી. આથી બધાંને એના પર ખૂબ ગુસ્સો આવ્યો. બધાંએ નક્કી કર્યું કે, એને પાણી ન પીવા દેવું. ભલે પછી કૂવાની ચોકી કરવી પડે. પણ એને તો પાઠ ભણાવવાનો જ.

                   પહેલે દિવસ કૂવાની ચોકી કરવા સસલો ગોઠવાયો. રાત જામી. કોઈ પશુ-પંખી કૂવા પાસે ન હતું. સસલો આજુબાજુ ધીરે ધીરે ફર્યા કરતો હતો.
ધીરેથી શિયાળ કૂવા પાસે આવ્યું. અને છાનુંમાનું પાણી પીવા ગયું. ત્યાં સસલાએ એને જોયું, 'એ શિયાળ ! ખબરદાર જો પાણી પીધું છે તો !' સસલાએ તો બૂમાબૂમ કરવા માંડી : ' કૂવો ખોદવા તો એકે દિવસ દેખાયો ન હતો અને પાણી પીવા પહેલે દિવસે આવી ગયો કેમ ? પાણી પીવાની ગરજ હતી કૂવો ખોદવા આવવું હતું ને ! બધાંએ નક્કી કર્યું છે કે, તને આ કૂવામાંથી પાણી પીવા ન દેવું. એટલે હવે તારે અહીં આવવું જ નહિ. તને કોઈ સંજોગોમાં પાણી પીવા મળવાનું નથી. તારા લીધે તો આ કૂવા પર ચોકી બેસાડી છે. હવે તું ભાગી જા અહીંથી. નહિ જશે તો હું બૂમાબૂમ કરીને બધાંને બોલાવીશ. અને તારાં હાડકાં ખોખરાં કરાવી નાખીશ.'
'ના, સસલાભાઈ ! એવું નહિ કરતાં. મારે તો કંઈ પાણી પીવું નથી. આ તો તમારા માટે થોડી પાકી પાકી જોઈને બદામ લાવ્યો હતો.'

           'બદામ ? ક્યાં છે બદામ ?' સસલાના મોંમાં પાણી આવ્યું. સસલાને બદામ બહુ ભાવતી હતી.
'પણે પેલા ઝાડની બખોલમાં મૂકેલી છે. સસલો તો ચોકી કરવાનું છોડીને તે ઝાડની બખોલમાં ગયો. અને ત્યાં જોયું તો ખરેખર મીઠી... પાકેલી બદામો હતી. તે તો ચપડ ચપડ... કરતો બદામ ખાવા માંડ્યો.

                આ બાજુ શિયાળે પાણી પીધું અને ભાગી છૂટ્યું. સવારે બધાંએ જોયું તો કૂવા તરફ શિયાળનાં પગલાં દેખાયાં, બધાં પશુ-પંખીઓએ સસલાને પૂછ્યું, 'તું ચોકી કરતો હતો તે અહીં પેલું શિયાળ આવ્યું હતું ?'
સસલાને થયું કે, હું શિયાળે આપેલી બદામની વાત કરીશ તો આ લોકો મને ઠપકો આપશે. એટલે એણે વાત ફેરવીને કહ્યું,
'મને તો ઝોકું આવી ગયેલું એટલે શિયાળ આવ્યું હોય તો મને ખબર નથી. બાકી આમ તો મેં શિયાળને જોયું નથી.' બધાંને સસલા પર ગુસ્સો આવ્યો. પણ એ નાનો હતો એટલે બધાએ એને જવા દીધો.

             બીજે દિવસે કાચબાનો વારો આવ્યો. બધાંએ તાકીદ કરી કે, હવે તો કોઈ પણ સંજોગોમાં શિયાળ કૂવાની નજીક આવવું ન જોઈએ. કાચબાએ તો કૂવાની બરાબર ચોકી કરવા માંડી.

         મધરાત થઈ એટલે શિયાળ આવ્યું.
'કાચબાભાઈ ! કાચબાભાઈ ! બદામ ખાશો કે ?'
'ના ! મારે બદામ નથી ખાવી. તું અહીંથી ભાગ તો ! નહિ તો બૂમાબૂમ કરી બધાંને બોલાવીશ અને તારાં હાડકાં ખોખરાં કરાવી નાખીશ.' કાચબાએ તો કડકાઈથી કહ્યું.
'કાચબાભાઈ ! તમે કેમ આટલા ગરમ થઈ ગયા છો ! બદામ તો એકદમ પાકેલી અને મીઠ્ઠી છે. જુઓ, પેલી બખોલમાં. એક વાર ચાખી તો આવો !'

                કાચબો સમજી ગયો કે, આ મને કૂવા પાસેથી દૂર કરવાની કોશિશ કરે છે. કાલે એણે સસલાને પણ આવું જ કહ્યું હશે. અને ચોક્કસ કાલે શિયાળ પાણી પી ગયું હશે. પણ આજે તો એને પાઠ ભણાવવો જ પડશે. કાચબાએ તો બૂમાબૂમ કરી મૂકી. જરા વારમાં બધાં ભેગાં થઈ ગયાં. અને શિયાળને એવો ખોખરો કર્યો... એવો ખોખરો કર્યો કે કૂવાની દિશામાં જોવાનુંયે ભુલાવી દીધું.
             
              બસ ! તે દિવસથી કૂવાની ચોકી કાચબો કરતો આવ્યો છે. જ્યાં કૂવા ત્યાં કાચબો તો હોય જ.
'હે કુમારો ! કામચોરી કદી ન કરવી. બધાંને દરેક વાતમાં સાથ-સહકાર આપવો.'

जैसी करनी वैसी भरनी

एक हवेली के तीन हिस्सों में तीन परिवार रहते थे। एक तरफ कुन्दनलाल, बीच में रहमानी, दूसरी तरफ जसवन्त सिंह।

उस दिन रात में कोई बारह बजे रहमानी के मुन्ने पप्पू के पेट में जाने क्या हुआ कि वह दोहरा हो गया और जोर-जोर से रोने लगा। माँ ने बहलाया, बाप ने कन्धों लिया, आपा ने सहलाया, पर वह चुप न हुआ।

उसके रोने से कुन्दनलाल की नींद खुल गई। करवट बदलते हुए उसने सोचा- "कमबख़्त ने नींद ही खराब कर दी। अरे, तकलीफ है, तो उसे सहो, दूसरों को तो तकलीफ में मत डालो।" और कुन्दनलाल फिर खर्राटे भरने लगा।

नींद जसवन्त सिंह की भी उचट गई। उसने करवट बदलते हुए सोचा- 'बच्चा कष्ट में है। हे भगवान, तू उसकी आंखों में मीठी नींद दे कि मैं भी सो सकूं।'

हवेली के सामने बुढ़िया राम दुलारी अपनी कोठरी में रहती थी। उसकी भी नींद उखड़ गई। उसने लाठी उठाई और खिड़की के नीचे आवाज देकर कहा,"ओ बहू! ले, यह हींग ले और इसे जरा से पानी में घोलकर मुन्ने की टूंडी पर लेप कर दे। बच्चा है। कच्चा-पक्का हो ही जाता है, फिकर की कोई बात नहीं, अभी सो जायेगा।"

बुढ़िया सन्तुष्ट थी, कुन्दन लाल बुरे सपने देख रहा था। जसवन्त सिंह थका-थका-सा था ओर रहमानी मुन्ने की टूंडी पर हींग का लेप कर रहा था।

- कन्हैयालाल मिश्र प्रभाकर

साभार - बड़ों की बड़ी बात

વેપારી

મેલી વિદ્યાઓ દ્વારા સિદ્ધિ પ્રાપ્ત કરી ધનિક ભક્તોને શીશામાં ઉતારી શેતાન સંતો જાતે ભોગ વિલાસ ભોગવે છે. નિ: સ્પૃહી સાચા સંતને સાદી સરળ ઝૂંપડી સિવાય કંઈ જ અપેક્ષા હોતી નથી. ઉલ્ટું ધન-સમૃદ્ધિ એને તો બાધારૂપ બને છે. 

આવા નિ: સ્પૃહી એક સંત પાસે બે નંબરી આવક ધરાવતો એક વેપારી સોના-ચાંદીના સિક્કા લઈને આવ્યો અને કહ્યુ બાબા, મે સાંભળ્યુ છે કે આપના આશીર્વાદ ફળે છે. આ ધન સંપત્તિ દક્ષિણારૂપે લઈને આનાથી દસ ગણી ધના-સંપત્તિ મળે એવા આશીર્વાદ આપો. સંતે સ્મિત સાથે કહ્યુ, તમારે ત્યા તમારા ગુરૂ વ્યાખ્યાન આપવા આવવાના હોય તેમની વ્યાસપીઠ અને શ્રોતાઓ માટે તમે ગાલીચા પાર્થયા હોય તમારો દિવાનખંડ સજાવ્યોહોય એવામાં કોઈ ગાંડો ઘૂસી જાય અને ગુરૂજીના વ્યાસપીઠ પર પેશાબ કરી જાય તો તમે શુ કરો ? 

વેપારીએ કહ્યુ - એને હુ મારી મારીને ખોખરો કરી તેને ગામ બહાર મોકલી દઉ. 

સંત કહે - જુઓ શેઠ મે મારી ઝૂંપડી ગૌ ગવ્યથી લીંપીગૂંપી પવિત્ર કરી છે અને ઈશ્વરના આગમન માટે તપ-સાધના કરતો હ અતો, ત્યા તમે આવી આ ધન સંપત્તિની વિષ્ટા કરી,મારી ઝૂંપડીની પવિત્રતા બગાડી નાખી, બોલો મારે શુ કરવુ ? 

વેપારી સમજી ગયા, પૈસાનુ પોટલું લઈ, પ્રણામ કરી કંઈ પણ બોલ્યા ચાલ્યા વિના પલાયન થઈ ગયા.

યોગ્ય સમયે નિર્ણય

જો એક દેડકાને ઠંડા પાણીના વાસણમાં  નખાય અને ત્યારબાદ પાણીને ધીમેધીમે ગરમ કરાય તો દેડકાને પાણીના તાપમાન મુજબ તેમના શરીરના તાપમાન એડજસ્ટ કરી લે છે. જેમ- જેમ પાણીનો તાપમાન વધતું જશે તેમ-તેમ દેડકા તેમના શરીરનો તાપમાનને પણ પાણીના તાપમાન મુજબ એડજસ્ટ કરતું જશે. પણ પાણીના તાપમાનનો એકેક નક્કી સીમાથી ઉપર થઈ ગયા પછી દેડકા તેમાના શરીરના તાપને એડજસ્ટ નહી કરી શકતું. હવે દેડકા પોતે પાણી બહાર નિકળવાની કોશિશ કરે છે પણ નિકળી નહી શકે !! 

એ પાણીના વાસણથી એક કૂદકામાં બહાર નિકળી શકે છે. પણ હવે તેમાં કૂદકા લગાવવાની શક્તિ નહી રહી કારણકે તેને તેમની બધી શક્તિ શરીરના તાપને પાણી મુજબ એડજસ્ટ કરવામાં લગાવી નાખી. આખેર એ તડપી-તડપીને મરી જાય છે. 
 

દેડકાની મૌત શા માટે થઈ  ? 

વધારેપણું લોક કહેશે કે દેડકાની મૌત ગર્મ પાણીના કારણે થઈ ! પણ ખરેખર સત્ય આ છે કે દેડકાની મૌત યોગ્ય સમય પર પાણીથી બહાર ન નિકળવાન અકારણે થઈ. જો દેડકા શરૂઆતમાં જ પાણીથી બહાર આવવાનો પ્રયાસ કરતો તો એ સરળરાર્હી બહાર નિકળી શકતો હતો. 
 

અમે પરિસ્થિતિ અને લોકો મુજબ એડજસ્ટ કરવું પડે છે પણ અમે આ નિર્ણય લેવું જોઈએ કે અમે ક્યારે એડજસ્ટ કરવું છે. અને ક્યારે પરિસ્થિતિથી બહાર નિકળવું છે. 

 માતા-પિતાની વાર્તા

એક વારની વાત છે એક જંગલમાં સફરજનનો એક ઝાડ હતો. એક બાળક દરરોજ એ ઝાદ પાસે રમતો. એ ક્યારે ઝાડની ડાળીથી લટકતો કયારે ફળ તોડતો ક્યારે ઉછ્લ-કૂદ કરતો હતો. સફરજનનો ઝાડ પણ એ બાળકથી બહુ ખુશ રહેતો. 

ઘણા વર્ષ વીતી ગયા

અચાનક એક દિવસ એ બાળક ક્યાંક ચાલ્યો ગયો અને પછી પરત નહી આવ્યું, ઝાડએ પણ ખૂબ વાટ કોઈ પણ એ નહી આવ્યું.

હવે તો ઝાડ બહુ દુખી થઈ ગયું. 

ઘણા વર્ષ પછી એ બાળક ફરીથી ઝાડ પાસે આવ્યું પણ હવે એ થોડો મોટો થઈ ગયું હતું. 

                                                                     બાકીની સ્ટોરી વાંચવા આગળ પેજ પર જાઓ    ....

ઝાડ એને જોઈ બહુ ખુશ થયું અને તેને તેમની સાથે રમવા માટે કહ્યું. 

 

પણ બાળક દુખી થઈને બોલ્યો હવે હું મોટો થઈ ગયું છું હવે એ તેમની સાથે નહી રમી શકતો. 

 

બાળક બોલ્યો કે હવે મને રમકડાથી રમવું સારું લાગે છે પણ મારા પાસે પૈસા નથી. 

 

ઝાડ બોલ્યો- દુખી ન થાઓ તૂ મારા ફળ તોડી લે અને તેને વેચીને રમકડા ખરીદી લેશે. 

 

બાળક હોંશહોંશ ફલ તોડી લઈ ગયો પણ પછી એ બહુ દિવસો સુધી પરત નહી આવ્યું. ઝાડ બહુ દુખી થયું. 

 

અચાનક બહુ દિવસો પછી બાળક જે હવે યુવાન થઈ ગયું હતું પરત આવ્યું, ઝાડ બહુ ખુશ થયો અને તેને તેમની સાથે રમવા માટે કહ્યું - છોકરાઓ કીધું 

કે હવે એ ઝાડ સાથે નહી રમી શકતો હવે મને કઈક પૈસા જોઈએ કારણકે મને તમારા બાળકો માટે ઘર બનાવું છે. 

 

ઝાડ બોલ્યો મારી શાખાઓ બહુ મજબૂત છે તમે એને કાપીને લઈ જાઓ અને તમારું ઘર બનાવી લો. 

 

હવે છોકરાએ ખુશી-ખુશી શાખાઓ કાપી નાખી અને લઈને હાલી ગયો. એ પછી ક્યારે પરત નહી આવ્યું. 

 

બહુ દિવસો પછી જ્યારે એ પરત આવ્યો તો એ વૃદ્ધ થઈ ગયું હતું ઝાડ બોલ્યો મારી સાથે રમો પણ એ બોલ્યો કે હવે હું વૃદ્ધ થઈ 

 

ગયું છું હવે હું નહી રમી શકતો. 

 

 

ઝાડ દુખી થયા બોલ્યા કે હવે મારી પાસે ન ફળ છે અને ના લાકડી હવે હું તારી મદદ પણ નહી કરી શકીશ. 

 

વૃદ્ધ બોલ્યો કે હવે મને કોઈ મદદ નહી જોઈએ બસ એક જગ્યા જોઈએ જ્યાં એ બાકીનું જીવન આરામથી પસાર કરી શકે. 

 

ઝાડને તેને તેમના મૂળમાં સહારો આપ્યો. અને વૃદ્ધ હમેશા માટે ત્યાં રહેવા લાગ્યું. 

 

મિત્રો એ ઝાડની રીતે જ અમારા માતા-પિતા પણ હોય છે. જ્યારે અમે નાના હતા તો તેમના સાથે રમતા અને મોટા થતા જ તેમને મૂકીને જતા રહીએ છે. 

અને પછી ત્યારે જ પરત આવે છે જ્યારે અમે કોઈ જરૂર હોય છે.  

ધીમેધીમે જીવન એમજ પસાર થઈ જાય છે. 

અમે ઝાડ રૂપી માતાપિતાની સેવા કરવી જોઈએ ન કે માત્ર તેમનો ફાયદો જ લેવું જોઈએ.


માનવ શરીરમાં પરિભ્રમણ!

મોનુ નામનો એક છોકરો સૌરાષ્ટ્રના એક નાનકડા ગામમાં રહે છે. એની પાસે જુલ્લુ નામનું એક કૂતરું છે. મોનુ જુલ્લુ સાથે એ એક માણસ હોય એવી રીતે જ વાતચીત કરતો હોય છે. મોનુને વાંચનનો બહુ જ શોખ છે. એ શાળાના અને ગામના પુસ્તકાલયમાંથી ઘણાં બધાં પુસ્તકો લાવીને વાંચતો રહે છે. ઘણું બધું વાંચ્યા પછી એ જે કાંઈ વાંચ્યું હોય એનાં સપનાં જોવા લાગે છે.

એક દિવસ દુનિયાની વિગતો વાંચતાં વાંચતાં એ ઊંઘી ગયો અને એને સપનું આવ્યું કે એનું જુલ્લુ ખુબ જ સૂક્ષ્મ બની ગયું છે અને આપણા શરીરમાં પણ ફરી શકે છે! મોનુ જુલ્લુને કહે કે, "દોસ્ત, મને પણ સૂક્ષ્મ બનાવી દે ને. મારે પણ માનવ શરીરની અંદર ઉતરીને જોવું છે".

પછી જુલ્લુએ મોનુને સૂક્ષ્મ બનાવી દીધો અને એ માનવ શરીરમાં પરિભ્રમણ કરવા લાગ્યો!

મોનુ મગજ જોવા ગયો. આપણું મગજ અત્યંત શક્તિશાળી કોમ્પ્યુટર જેવું છે. એ આપણી અસંખ્ય યાદોને સંગ્રહી રાખે છે અને જરૂર પડે ત્યારે તરત જ કોઈ બાબત યાદ અપાવી દે છે. આપણે જે રીતે વિચારીએ છીએ કે પ્રતિક્રિયા આપીએ છીએ તેનું સંચાલન આપણા મગજ મારફતે થાય છે.

મગજ એ આપણા સમગ્ર જ્ઞાનતંતુ ચક્ર (મજજા તંત્ર)નું સંચાલક છે. તે આપણા વિચારો, યાદો, આપણી હલનચલન, આપણા નિર્ણયોનું નિયંત્રણ કરે છે. માનવ જાતની ઉત્પત્તિ થઇ ત્યારથી મગજ વધારે ને વધારે જટિલ બનતું જાય છે. હજી સુધી વૈજ્ઞાનિકો આપણા મગજની અસંખ્ય બાબતો નથી જાણી શક્યા.

મગજ અબજો જ્ઞાનતંતુઓ ધરાવે છે જે આપણા શરીરમાં માહિતીઓનું સતત આદાન પ્રદાન કરતા રહે છે. મગજને ડાબી અને જમણી બાજુઓ હોય છે. મગજની ડાબી બાજુ આપણા શરીરના જમણા ભાગનું નિયંત્રણ કરે છે જયારે મગજની જમણી બાજુ આપણા શરીરના ડાબા ભાગનું નિયંત્રણ કરે છે.

આપણું મગજ ખોપરી દ્વારા રક્ષિત થયેલું છે. ખોપરી એક બીજા સાથે મજબુત રીતે જોડાયેલા ૨૨ હાડકાંઓનું બનેલું કવચ છે.

મોનુને એમ હતું કે મગજમાં આટલી બધી યાદો સંગ્રહાતી હોય એટલે એનું કદ પણ મોટું જ હોય ને? પણ એવું નથી. પુખ્ત વયના માણસનું મગજ માંડ દોઢ કિલોગ્રામ જેટલું જ વજન ધરાવે છે! આટલું નાનું મગજ આપણા શરીરની ૨૦% જેટલી ઉર્જા વાપરે છે!

મોનુએ જુલ્લુને પૂછ્યું કે, "આપણી જેમ બીજા પ્રાણીઓના મગજ પણ આવડા જ હશે ને?" જુલ્લુ કહે કે, "આપણા જેટલા જ કદના બીજા પ્રાણીઓના મગજ કરતાં આપણું મગજ ૩ ગણું મોટું હોય છે".

મગજ મેરુદંડ (મગજ અને કરોડરજજુનો દંડ-પટ્ટો) ના પ્રવાહીમાં રીતસર તરતું હોય છે! આને લીધે કુદરતી રીતે જ કોઈ જોરદાર અથડામણ સામે એને રક્ષણ મળી જાય છે. ઉપરાંત ચેપી જીવાણુંઓ સામે પણ રક્ષણ મળે છે.

માનવ શરીરમાં પરિભ્રમણ કરતો મોનુ હૃદય સુધી પહોંચી ગયો. હૃદય છાતીમાં ડાબી બાજુએ આવેલું છે અને પાંસળીઓ વડે સુરક્ષિત છે.

હૃદય માનવ શરીરનું સૌથી અગત્યનું અંગ છે જે સતત લોહીને શિરા (રક્ત વાહિની) દ્વારા શરીરના દરેક ભાગ સુધી પહોંચાડતું રહે છે. મોનુએ જોયું કે હૃદયમાં ૪ ખાનાં હોય છે. હૃદયમાં ૪ વાલ્વ હોય છે જેના લીધે લોહી કાં તો હૃદયમાંથી બહાર જાય છે કાં તો બહારથી હૃદયમાં આવે છે. હૃદયમાંથી બહાર જતું લોહી ધમની નામે ઓળખાતી રક્ત વાહિની દ્વારા બહાર જાય છે. હૃદયમાં આવતું લોહી શિરા નામે ઓળખાતી રક્ત વાહિની દ્વારા હૃદયમાં આવે છે.

મોનુએ જોયું કે હૃદયના ધબકારા કેવી રીતે થાય છે. હૃદય જયારે સંકોચાય છે ત્યારે એના ખાનાં નાના બને છે અને લોહીને રક્ત વાહિનીઓમાં ધકેલે છે. હૃદય પાછું મૂળ કદમાં આવે છે ત્યારે એના ખાનાં મોટા બને છે હૃદયમાં આવતા લોહીથી ભરાય છે. હૃદય સંકોચાય છે કેવી રીતે? હૃદયમાંથી પસાર થતો સુક્ષ્મ વીજ પ્રવાહ એના સ્નાયુઓને સંકોચે છે.

હૃદય અને એને લગતા રોગ, હૃદયમાં થતી મુશ્કેલીઓનો અભ્યાસ કાર્ડીઓલોજી નામે ઓળખાય છે. તમે કોઈ વખત હોસ્પીટલમાં ગયા હો અથવા ટી.વી.માં કે કોઈ ચલચિત્રમાં જોયું હોય કે દર્દીની સાથે એક મશીન જોડ્યું હોય છે જેમાં સ્ક્રીન પર એક લાઈન (રેખા) ફરતી દેખાય છે. આને ઇલેક્ટ્રો કાર્ડીઓ ગ્રામ (ઈ.સી.જી.) કહે છે. આ મશીન દ્વારા દર્દીના હૃદયમાંથી પસાર થતો વીજ પ્રવાહ માપી શકાય છે. એમાં લાઈન ઉપર નીચે જતી દેખાય છે. ડોક્ટર આ જોઇને નક્કી કરી શકે છે કે હૃદયના ધબકારા બરાબર ચાલે છે કે અનિયમિત છે. અત્યંત અનિયમિત ધબકારા હોય તો ડોક્ટરને ખબર પડી જાય છે કે દર્દીને હૃદયરોગનો હુમલો આવી રહ્યો છે. જો સ્ક્રીન પર દેખાતી લાઈન સીધી-સપાટ થઇ જાય તો દર્દી મૃત્યુ પામી રહ્યો છે એવો ખ્યાલ આવી જાય છે.

મોનુએ જુલ્લુને પૂછ્યું કે આ મશીનથી તો ખબર પડી જાય કે હૃદયરોગનો હુમલો આવી રહ્યો છે પણ એ સિવાય કેવી રીતે ખબર પડે? જુલ્લુ કહે કે જો તમારી આસપાસ કોઈ છાતીમાં દુખાવાની ફરિયાદ કરે તો તાત્કાલિક ૧૦૮ નંબર પર ફોન કરીને એમ્બ્યુલન્સ બોલાવી લેવાની. દરમ્યાનમાં છાતી પર ખુબ જ જોર જોરથી હાથ ઘસવાના જેથી દર્દીના હૃદયના ધબકારા બંધ ન પડી જાય.

હૃદય મજબુત રહે અને નિયમિત ધબકતું રહે એ જીવવા માટે અત્યંત જરૂરી હોવાથી આપણે એની ખુબ જ કાળજી લેવી જોઈએ. શુદ્ધ સાત્વિક ખોરાક જ લેવો જોઈએ. લારી-હોટેલમાં મળતા ખાદ્ય પદાર્થોના બહુ ચટાકા નહીં કરવાના. આળસ કર્યા વગર નિયમિત કસરત કરવાની જ. હૃદય તંદુરસ્ત તો જીવન તંદુરસ્ત!

મોનુને લોહી વિષે જાણવાની ઈચ્છા થઇ એટલે જુલ્લુએ એને સમજ આપી. લોહી માનવ શરીરના વજન ના ૭% જેટલું હોય છે. લોહીમાં લાલ, સફેદ રક્તકણો અને પ્લેટેલેટ હોય છે. આ રક્તકણો પ્લાઝમા નામે ઓળખાતા પીળા રંગના પ્રવાહીમાં તરતા હોય છે. પ્લાઝમામાં ૯૦% પાણી હોય છે. ઉપરાંત પોષક તત્વો, ગ્લુકોઝ, પ્રોટીન, હોર્મોન્સ હોય છે.

આપણને જીવવા માટે સૌથી વધુ જરૂર ઓક્સીજનની છે. લાલ રક્તકણો ઓક્સીજનને આખા શરીરમાં ફરતો રાખે છે.

લોહીનો રંગ લાલ કેવી રીતે બને છે? લાલ રક્તકણોમાં હિમોગ્લોબીન નામે ઓળખાતું પ્રોટીન પણ હોય છે. આ હિમોગ્લોબીનમાં આયર્ન હોય છે જે ઓક્સીજન સાથે ભળીને લોહીને લાલ રંગ આપે છે.

આ રક્તકણો કેટલાક હાડકાની અંદરની ચરબીમાં (જે બોન મેરો તરીકે ઓળખાય છે) બને છે અને શરીરમાં લગભગ ૧૨૦ દિવસ સુધી ફરતા રહે છે.

સફેદ રક્તકણો આપણા શરીરની રોગ પ્રતિકારક શક્તિ માટે ખુબ જ ઉપયોગી છે. તે આપણા શરીરનું કેટલાક બેક્ટેરિયા, વાઇરસ, કેન્સર, ચેપી રોગો અને એવા બિન ઉપયોગી પદાર્થો સામે રક્ષણ કરે છે.

આપણને કશુંક વાગે ત્યારે લોહી નીકળે છે. આ લોહી નીકળતું બંધ જ ના થાય તો? પ્લેટેલેટ લોહી નીકળતું હોય ત્યારે એને જામી જવામાં મદદ કરે છે.

લોહી આપણા શરીરમાંથી નકામા પદાર્થો બહાર કાઢી નાખવામાં પણ ઉપયોગી બને છે.

તમે લોહીના દબાણ વિષે સાંભળ્યું છે? જે બ્લડ પ્રેશર તરીકે ઓળખાય છે. લોહી રક્તવાહિનીઓમાં ફરતું હોય ત્યારે એની દીવાલ પર જે દબાણ થાય એને બ્લડ પ્રેશર કહે છે. સામાન્ય રીતે લોહીનું દબાણ ૧૨૦/૮૦ હોવું જોઈએ (મહત્તમ એટલે કે ઉપરનું દબાણ ૧૨૦ અને લઘુત્તમ એટલે કે નીચેનું દબાણ ૮૦). જો બ્લડ પ્રેશર વધી જાય તો હૃદય રોગનો હુમલો આવી શકે કે લકવો પણ થઇ શકે.

તમને તમારા લોહીનો પ્રકાર કયો છે તે ખબર છે? લોહીના પ્રકાર એટલે કે બ્લડ ગ્રુપ વિષે તમે કદાચ સાંભળ્યું હશે. આપણને કોઈ કારણસર બહારથી લોહી આપવાની જરૂર પડે તો બ્લડ ગ્રુપને આધારે જ નક્કી કરાય કે કયા ગ્રુપનું લોહી આપણા શરીરમાં આપી શકાય. બ્લડ ગ્રુપ ઓ, એ, બી, અને એબી નામે ઓળખાય છે. એમાં એ+, એ- એવી રીતે પ્રકારો નક્કી થાય છે. આવા લગભગ ૩૦ ગ્રુપ બને છે.

જુલ્લુ મોનુને કહે કે જયારે કોઈને અકસ્માત થાય ત્યારે શરીરમાંથી ઘણું બધું લોહી વહી જાય છે. આવા માણસને તાત્કાલિક નવું લોહી બહારથી આપવું જ પડે. અનેક બાળકો થેલેસેમિયા નામના રોગથી પીડાય છે. આવા બાળકોને દર ૩ અઠવાડિયે લોહી આપવું પડે છે! આમ લોહીની કેટલી બધી જરૂર પડે છે? આટલું બધું લોહી કેવી રીતે મળે? તંદુરસ્ત માણસો દર ૩ મહીને લોહી આપી શકે. જો દરેક તંદુરસ્ત માણસ આવી રીતે દર ૩ મહીને પોતાનું લોહી આપે (જેને રક્તદાન - બ્લડ ડોનેશન કહે છે) તો કેટલીયે જીન્દગી બચાવી શકાય. મોનુએ તો નક્કી કરી લીધું છે કે એ મોટો થઈને નિયમિત રીતે રક્તદાન કરશે જ. તમે પણ કરશો ને?

બ્લડ કેન્સરના દર્દીઓને એમના લોહીને અનુકુળ બોન મેરો મળી જાય તો એમને જીવતદાન મળવાની શક્યતાઓ ઘણી વધી જાય છે. આથી બોન મેરો ડોનેટ (દાન) કરવા માટે જાગૃતિ લાવવાની જરૂર છે. મોનુએ તો નક્કી કરી લીધું છે કે એનું બોન મેરો કેન્સરના દર્દીને કામમાં આવશે તો એ જરૂર ડોનેટ કરશે. તમે પણ આવું નક્કી કરી લો.

પછી મોનુએ ત્વચા-ચામડી વિષે જાણકારી મેળવી. ત્વચા આપણા શરીરનું સૌથી મોટું અંગ કહી શકાય. 

જુલ્લુએ મોનુને પૂછ્યું, "ત્વચા શું કામમાં આવે?" મોનુ કહે કે, "ત્વચા એની નીચે શરીરમાં આવેલા હાડકાં, સ્નાયુઓ અને અંદરના અંગોનું રક્ષણ કરે છે". જુલ્લુ કહે, "એ ઉપરાંત ત્વચા બહારના રોગ સામે પણ રક્ષણ આપે છે. ઠંડી અને ગરમીની સંવેદના કરાવે છે. લોહીની મદદ વડે શરીરનું તાપમાન જાળવી રાખે છે".

મોનુએ જુલ્લુને પૂછ્યું, "લોકોની ત્વચાનો રંગ જુદો જુદો કેમ હોય છે?" જુલ્લુ કહે કે, "ત્વચાના રંગનો આધાર મેલાનીન રંગદ્રવ્ય પર છે. મેલાનીન ઓછી માત્રામાં હોય તેની ત્વચાનો રંગ ઉજળો હોય. મેલાનીન વધારે માત્રામાં હોય એની ત્વચા કાળી હોય".

એક અચરજભરી બાબત એ છે કે આપણા ઘરમાં આપણે ધૂળની રજકણો જોઈએ છીએ તેમાં ઘણી માત્રામાં મૃત ત્વચા (જે ખરી પડી હોય છે) હોય છે!

મોનુ સુક્ષ્મ સ્વરૂપે આંખ જોવા પહોંચી ગયો.

આંખની અંદરના ભાગમાં પ્રકાશ પ્રત્યે સંવેદનશીલ સ્નાયુ છે તે રેટીના કહેવાય છે. અત્યારે તો ડીજીટલ કેમેરા આવી ગયા છે પણ પહેલાં ફિલ્મના રોલ વાળા કેમેરા હતા. આવા કેમેરામાં ફિલ્મનું જે કામ છે તેવું જ કામ રેટીના કરે છે. રેટીનાના શંકુ કોષ રંગ પારખે છે. રેટીનાના દંડ કોષ રંગછટાઓ વચ્ચેની ભેદ માત્રા પારખે છે.

આંખમાં જે લેન્સ હોય છે તે જુદા જુદા અંતરે રહેલા પદાર્થો પર દ્રષ્ટિ કેન્દ્રિત કરવામાં મદદ કરે છે. લેન્સ એનો આકાર બદલીને આ રીતે મદદરૂપ થાય છે. આંખ પર જે પારદર્શક પડદો છે તે કોર્નિયા કહેવાય છે. કોર્નિયા અને લેન્સ પ્રકાશનું વક્રીભવન કરે છે જેથી પ્રકાશ રેટીના પર કેન્દ્રિત થાય. આંખ પર પ્રકાશ પડે ત્યારે પ્રકાશની તીવ્રતા મુજબ કીકીનું કદ બદલાતું રહે છે. આંખની કીકીની આસપાસ એક રંગીન કુંડાળું હોય છે તે કથ્થાઈ, ભૂરા, લીલા કે બીજા રંગનું હોય છે.

આપણને દ્રષ્ટિ મળી છે અને આપણે જોઈ શકીએ છીએ એ માટે આપણે ઈશ્વરનો આભાર માનવો જોઈએ. અનેક લોકોને દ્રષ્ટિ નથી મળી. જો માણસ મૃત્યુ બાદ ચક્ષુદાન કરે તો કોઈ અંધ વ્યક્તિને દ્રષ્ટિ મળી શકે. અને એ રીતે મૃત્યુ બાદ પણ એ આંખો દ્વારા દુનિયા જોતા રહેવાનો લાભ પણ મળે! તો તમે ચક્ષુદાન કરવાનો નિર્ણય લઇ લો અને બીજાને પણ એ માટે સમજાવો.

જુલ્લુએ મોનુને પૂછ્યું, "શરીરમાં સૌથી મજબુત શું?" મોનુ કહે કે, "લે, એતો ખબર જ હોય ને! હાડકાં સૌથી મજબુત હોય". જુલ્લુ કહે, "હાડકાં કઠણ લાગે પણ એની અંદરના ભાગે વાદળી જેવાં પોચાં હોય છે. આમ હાડકાં મજબુત પણ હળવાં હોય છે".

શરીરને મજબૂતાઈ આપવા સિવાય હાડકાં શું કામમાં આવે? કેટલાક હાડકામાં અંદર ચરબી હોય છે જે બોન મેરો તરીકે ઓળખાય છે. આ બોન મેરોમાં અસંખ્ય કોષો હોય છે જે લાલ રક્તકણો બનાવે છે. કેટલાં ખબર છે? દર સેકન્ડે લગભગ ૨૦ લાખ જેટલા લાલ રક્તકણો બને છે! આ રક્તકણો આખા શરીરમાં ઓક્સીજનનું વહન કરે છે. આમ જોયું ને કે હાડકામાંનું બોન મેરો કેટલું બધું કામમાં આવે છે?

આપણા હાથ જુદા જુદા હાડકાના બનેલા હોય છે જેની મદદથી હાથનું હલનચલન શક્ય બને છે. હથેળી, આંગળીઓ અને કાંડા વચ્ચે ૫૪ હાડકાં હોય છે.

શરીરનું સૌથી મોટું હાડકું થાપાનું હાડકું છે. શરીરનું સૌથી નાનું હાડકું કાનની મધ્યમાં આવેલું છે જે માંડ ૦.૧ થી ૦.૧૩ ઇંચ જેટલી જ લંબાઈ ધરાવે છે.

જુલ્લુએ મોનુને પૂછ્યું, "ગુનેગારને પકડવા શું કરવામાં આવે છે?" મોનુ કહે, "ગુનાના શકમંદ માણસના આંગળાની છાપ લેવામાં આવે છે?" કેમ એમ? કારણકે દરેક વ્યક્તિના આંગળાની છાપ જુદી જ હોય છે. જુલ્લુ મોનુને કહે કે આંગળાની જેમ જીભની છાપ પણ દરેક વ્યક્તિમાં જુદી જ હોય છે! જીભ નાની હોય છે પણ તે શરીરનું સૌથી મજબુત સ્નાયુ છે! જીભ એક માત્ર એવું સ્નાયુ છે જેની એક બાજુ ક્યાંય બંધાયેલી નથી-છુટ્ટી હોય છે.

જુલ્લુએ મોનુને પૂછ્યું, "એવું કેમ કે જાડા માણસ વધારે ખાઈ શકે અને પાતળા ઓછું ખાય?" મોનુ કહે, "જાડાનું પેટ મોટું એટલે વધારે ખવાય અને પાતળાનું પેટ નાનું એટલે ઓછું ખવાય". જુલ્લુ કહે, "ના એવું નથી. દરેક માણસનું પેટ સરખા કદનું જ હોય છે!" તો પછી કોઈ વધારે ખાઈ શકે ને કોઈ ઓછું ખાઈ શકે એવું કેમ? પેટ દ્વારા મગજને સંદેશો પહોંચાડાય છે કે હવે તે ભરાઈ ગયું છે. કોઈના પેટ દ્વારા આ સંદેશો વહેલો પહોંચે તો કોઈના પેટ દ્વારા આ સંદેશો મોડો પહોંચે! હંમેશા ભૂખ હોય એના કરતાં થોડું ઓછું જ ખાવું જોઈએ.

શરીરમાં પ્રભુનો વાસ છે તો આપણે શરીરને સ્વચ્છ અને તંદુરસ્ત રાખવું જોઈએ, ખરું ને?

બાપા કાગડો

એક છોકરો. છોકરો બહુ કાલો ને પડપૂછિયો હતો. રોજ તે બાપની સાથે દુકાને જાય અને બાપને કાંઈનું કાંઈ પૂછ્યા જ કરે. વાણિયો એટલો બધો શાંત હતો કે દીક...