Friday 26 July 2019

દુર્જન કાગડો


એક નદીના કિનારે શંકરનું એક મંદિર હતું.
 પછવાડે પીપળાનું મોટું ઝાડ. એ ઝાડ ઉપર એક હંસ અને કાગડો રહેતા હતા.
 કાગડો આ હંસની ખૂબ ઈર્ષા કરે. એને હંસ દીઠે ન ગમે. ઉનાળાના દિવસો હતા. 
એક થાકેલો-પાકેલો મુસાફર બપોરના સમયે પીપળાના ઝાડ પાસે આવ્યો. તેણે પોતાનાં ધનુષબાણ ઝાડના થડના ટેકે મૂક્યાં ને તે આરામ કરવા ઝાડના છાંયે સૂતો.
 થોડીવારમાં તે ઘસઘસાટ ઊંઘી ગયો. થોડા સમય પછી એના મોં પરથી ઝાડનો છાંયો જતો રહ્યો ને તેના મોં પર તડકો આવ્યો. 

ઝાડ ઉપર બેઠેલા હંસને મુસાફરની દયા આવી. મુસાફરના મોં પર તડકો ન આવે તે માટે પોતાની પાંખો પસારી છાંયો કર્યો. 
કાગડાએ આ જોયું. કાગડાને હંસની આવી ભલાઈ બિલકુલ પસંદ ન આવી. 
તેણે હંસને ફસાવી દેવાનો પેંતરો રચ્યો. 
કાગડો ઊડતો ઊડતો આવ્યો અને મુસાફર પર ચરકીને નાસી ગયો. 

કાગડાની ચરક મુસાફરના મોં પર પડવાથી તે જાગી ગયો. જાગીને તેણે ઉપર હંસને બેઠેલો જોયો.
 તેને થયું આ હંસ જ મારા પર ચરક્યો લાગે છે.
 ગુસ્સે થયેલા મુસાફરે હંસને બાણથી વીંધીને પોતાનો ગુસ્સો ઉતાર્યો. 

આમ દુર્જનની સાથે રહેવાથી પરોપકારી હંસે પોતાનો પ્રાણ ગુમાવ્યો.

Monday 15 July 2019

જોવા ની દ્રષ્ટિ

ગરમીના દિવસોમાં એક શિષ્ય પોતાના  ગુરૂ પાસેથી અઠવાડિયાની રજા લઈને પોતાના ગામ જઈ રહ્યો હતા. ત્યારે ગામ પગે ચાલીને જવું પડતું હતું. જતાં- જતાં તેને એક કુવો દેખાયો. શિષ્યને તરસ લાગી હતી. આથી તેણે કૂવામાંથી પાણી કાઢયુ અને પોતાના કંઠને તૃપ્ત કર્યો. શિષ્યને સારું લાગ્યું કારણકે કૂવાનું પાની મીઠુ અને ઠંડુ હ


 


શિષ્યે વિચાર્યું કે આ જળ ગુરૂજી માટે પણ લઈ જઉં.  તેણે પોતાનો પોટ ભર્યો અને ફરી આશ્રમના રસ્તે નીકળી ગયો. તે આશ્રમ પહોંચ્યો અને ગુરૂજીને બધી વાત કહી. ગુરૂજીએ પોટ લીધો અને જળ પીધું અને સંતુષ્ટ થયાં. 

 


તેણે શિષ્યને કહ્યું - ખરેખર જળ તો ગંગાજળ જેવું છે .શિષ્યને ખુશી થઈ. ગુરૂજી દ્વારા કરવામાં આવેલ પ્રશંસા સાંભળી શિષ્ય રજા લઈને પોતાના ગામ ગયો.

 


થોડીવાર પછી આશ્રમમાં રહેતો એક બીજા શિષ્ય ગુરૂજી પાસે પહોંચ્યો અને તેને પણ તે જળ પીવાની ઈચ્છા થઈ ગુરૂજીએ પોટ શિષ્યને આપ્યું. શિષ્યે પાણી પીતા જ મોઢામાંથી કાઢી નાખ્યુ. 

 


શિષ્યે કહ્યું ગુરૂજી આ પાણી તો ખારું છે અને ઠંડુ પણ નથી છતા તમે આમ જ શિષ્યની પ્રશંસા કરી ? 

 

ગુરૂજીએ કહ્યું - બેટા મીઠાસ અને શીતળતા આ પાણીમાં નથી તો શું થયુ ? આને લાવનારાના મનમાં તો હતી. જ્યારે તે શિષ્યે પાણી પીધું હશે ત્યારે એના મનમાં મારા પ્રત્યે પ્રેમ ઉમડયો. એ વાત મહત્વપૂર્ણ છે. મને પણ આ પોટનું જળ તારી જ જેમ સારું ન લાગ્યું પણ હું આવુ કહીને તેને દુ:ખી કરવા નથી માંગતો. તેના અહી આવતા સુધી જળ એવું ના રહ્યું .પણ આથી લાવવાવાળાના મનનો પ્રેમ તો ઓછો નથી થઈ જતો ને. 

વાર્તાની શીખ - બીજાના મનને દુ:ખી કરતી વાતોને ટાળી શકાય છે અને દરેક વાતમાં સારું જોઈ શકાય છે.

Wednesday 10 July 2019

હમેશા શ્રેષ્ઠ કાર્ય કરતું રહેવું


એક કારીગર હતો. લાકડા પરની નકશીમાં એ નિષ્ણાંત હતો. આખાય પંથકમાં એની નકશીના ખુબ વખાણ થતા હતા. એ હવે વૃધ્ધ થયો એટલે એણે નક્કી કર્યુ કે મારે હવે આ કામમાંથી નિવૃતિ લઇને શાંતિથી જીવન જીવવું છે અને બાકીનું જીવન મારા પરિવાર સાથે મારા ઘરમાં જ વિતાવવું છે.

પોતાના માલિક પાસે જઇને આ કારીગરે પોતાને હવે નિવૃત કરવા માટે વિનંતિ કરી. માલિક આવા સારા કારીગરને કોઇપણ સંજોગોમાં ખોવા માંગતા નહોતા એટલે એમણે કામ ચાલુ રાખવા માટે ખુબ સમજાવ્યો પણ કારીગર પોતાના નિર્ણયમાં મક્કમ હતો. નાછુટકે માલિકે એને કામ છોડવાની મંજુરી આપી પણ એક શરત મુકી કે તારે જતા પહેલા એક છેલ્લુ કામ કરવાનું એ કામ પુરુ થયા બાદ તને તારા કામમાંથી મુક્તિ આપવામાં આવશે. કારીગરે માલિકની વાત માન્ય રાખી.

માલિક દ્વારા અંતિમ કામ તરીકે એક સુંદર ભવનના નિર્માણનું કામ આ કારીગરને સોંપવામાં આવ્યું. આખુ મકાન લાકડામાંથી તૈયાર કરવાનું હતુ અને ગમે તેટલો ખર્ચ થાય પાછુ વાળીને જોવાનું ન હતું. કારીગર માટે આ આખરી કામ હતું આથી કામમાં એનું બહુ મન લાગતું ન હતું એના હાથ પણ હવે ઢીલા પડી ગયા હતા.

પહેલા એ પોતાની જાતે ઉત્તમ લાકડાની પસંદગી કરતો હતો પણ આ મકાન માટે એણે ઘણુ ખરુ કામ બીજા પર જ છોડી દીધુ હતું. જેમ તેમ કરીને એણે પોતાને સોંપાયેલા આ અંતિમ કામને પૂર્ણ કર્યુ અને એ પોતાના માલિકને મળવા માટે ગયો. તૈયાર થયેલા નવા ભવનની ચાવી એણે માલિકના હાથમાં મુકી અને હવે કામમાંથી નિવૃત કરવા માટે વિનંતી કરી.

માલિક પોતાના આ સૌથી પ્રિય કારીગર પાસે ગયા એને પ્રેમથી ભેટ્યા અને પછી કહ્યુ , “ ભાઇ તે વર્ષો સુધી મારા માટે કામ કર્યુ છે આથી તારી નિવૃતિ વખતે મારે એવી ભેટ આપવી છે જે તને જીવનભર યાદ રહે. નવા ભવનની આ ચાવી હવે તારી પાસે જ રાખ કારણ કે મારા તરફથી તને અને તારા પરિવારને હું એ ભેટમાં આપુ છું.”

કારીગર તો આ વાત સાંભળીને સુનમુન થઇ ગયો. એને ખુબ પસ્તાવો થયો કે મેં બીજા માટે કેવા સુંદર ઘર બનાવ્યા પણ મારુ જ ઘર સારુ ન બનાવી શક્યો. કાશ મને પહેલેથી ખબર હોત કે આ ભવન મને જ ભેટમાં મળવાનું છે.
♠♣♠♣♠♣♠♣♠♣♠♣♠♣♠♣♠♣♠♣♠♣♠♣♠♣♠♣♠♣♠♣♠♣♠♣♠♣♠♣♠♣

શીખ :
===

બીજા માટે કરવાના દરેક કામ પોતાના માટે જ છે એ ભાવથી કરવામાં આવે તો જીવનમાં ક્યારેય પસ્તાવાનો અવસર નહી આવે..

Tuesday 9 July 2019

વિચારો ની અસર

શું તમને તમારી જિંદગી થી સંતોષ નથી? તમારે સુખી થવું છે? તમારા બધા દુઃખને દૂર કરવા છે? હાલની પરિસ્થિતિને બદલવી છે? તો આ લેખ તમારા માટે જ છે…
એક વાર એક કાફલા વાળા ઊંટ લઈને જતા હતા. ત્યારે રાત્રી રોકાણનો સમય આવ્યો.
પણ છેલ્લે તેમને ખ્યાલ આવ્યો કે રણમાં ઊંટ ને બાંધવા માટેના દોરડા અને ખીલાં તેઓએ અગાઉ જ્યાં વિશ્રામ કર્યો હતો ત્યાં ભૂલી ગયા છે. હવે શું કરવું?
થાકેલા હતા એટલે રાત્રિ વિશ્રામ કરવો પણ જરૂરી હતો. અને જો ઊંટ ને બાંધ્યા વગર રાખે તો રાત્રે રણમાં પણ જતા રહે.
સૌ કોઈને બેસાડવા પ્રયત્ન કરવા લાગ્યા પણ બેસે જ નહીં એક વડીલ અનુભવી આ તમાશો જોઈ રહ્યા હતા તેમણે એક સલાહ આપી કે તમે દરરોજ જેમ કરો છો તેમ દોરડા લાવવાની ઊંટને પગે બાંધવાની, ખીલા ખોળી ગાંઠ વાળવાની આવી બધી જ ક્રિયાઓ કરો, એવો અભિનય કરવાનો છે કે તમે ઊંટને બાંધી રહ્યા છો.
વડીલનું માનીને આવો અભિનય કર્યો ને ઈશારો કરી ને બેસવા કહ્યું તો રોજની માફક બધા જ ઊંટ બેસી ગયા! બધાને નવાઈ લાગી!
ધીમે ધીમે આખી રાત પસાર થઈ ગઈ અને સવારે બધા જ ઊંટ ત્યાં હાજર હતા હવે કાફલાને આગળ વધવું હતું તેથી તેઓ ઊંટ ને ઉભા કરવા લાગ્યા. પણ આ શું, એક પણ ઊંટ ઉભુ ન થયું, બધાએ બહુ જ પ્રયત્નો કર્યા.
ત્યાં પહેલા વડીલ આવ્યા તેમણે સમજાવ્યું કે તમે રાત્રે અભિનયથી બાંધી દીધા છે, તેઓ માને છે કે તેઓ બંધાયેલા છે હવે જો તમારે ઊંટને ઊભા કરવા હોય તો રોજની માફક દોરડા છોડવાની પ્રક્રિયા કરો એટલે ઉભા થશે.
વડીલ ની સૂચના પ્રમાણે કર્યું તો ઊંટ ઉભા થઈ ગયા! અને કાફલો આગળ વધવા લાગ્યો.
આ વાતનો મર્મ શું છે? આપણા મનમાં એક ચોક્કસ પ્રકારની રચના થઈ જાય પછી આપણે તે પ્રમાણે જ વર્તીએ છીએ.
આપણી જિંદગી આપણી વર્તન મુજબ જ છે. શું તે બદલી શકાય છે? તેનો જવાબ છે હા! વ્યક્તિ જાગૃતિપૂર્વક સતત પ્રયત્ન કરીને પોતાની વિચારધારા અને વર્તન બદલી શકે છે આપણે શું કરવું જોઇએ અને શું ન કરવું જોઈએ? કઈ ક્રિયાથી લાભ થાય અને કઈ ક્રિયા થી ગેરલાભ થાય? એ બધી સમજ આપણી પાસે જ છે જ! પણ આપણે ટેવ અને વર્તનથી બંધાઈ ગયા પછી તેમાંથી છુટવા માંગતા નથી. અને અપેક્ષાઓ ખુબ ઉંચી રાખીએ છીએ.
હવે માત્ર તમારે પ્રયત્ન જ કરવાનો છે કે અત્યાર સુધી તમે શું કરતા આવ્યા છો, તમારે ક્યાં પરિવર્તન લાવવાની જરૂર છે, અને તેના વિશે વિચારીને પછી તેનો અમલ કરવાની જરૂર છે.

બાપા કાગડો

એક છોકરો. છોકરો બહુ કાલો ને પડપૂછિયો હતો. રોજ તે બાપની સાથે દુકાને જાય અને બાપને કાંઈનું કાંઈ પૂછ્યા જ કરે. વાણિયો એટલો બધો શાંત હતો કે દીક...