Showing posts with label પ્રેરણાત્મક. Show all posts
Showing posts with label પ્રેરણાત્મક. Show all posts

Sunday, 20 October 2019

સફળતા

આ છે એક વાર્તા પણ જીવનમાં ઉતારજોએક વાર એક રાજા હતો, તેનું રાજ્ય અને સેના બહુ મોટી ન હતી અને એ રાજા નો કિલ્લો અને રિયાસત પણ નાની હતી. અને સેના માં વધીને 150-200 લોકો જ હતા.

એક વખત તે રાજ્ય પર પડોશી રાજાની નજર પડી અને તેને પેલા રાજ્ય પર હમલો કરવાનું નક્કી કર્યુ, તે રાજ્ય પાસે આશરે પેલા રાજ્ય કરતા પાંચ ગણી એટલે કે 1000 જેટલી ફોજ હતી. પછી તેને તેની ફોજ સાથે લઈને પેલા રાજ્ય પર હમલો કરી દીધો.

હવે આ રાજ્ય ને ખબર પડી કે આપણી પર હમલો થયો છે. બધા ફોજ ના લોકો અને રાજ્ય ના લોકો મુંઝવણમાં પડી ગયા. પરંતુ રાજા નો વિચાર અનોખો જ હતો, તેને આખી ફોજને ભેગી કરીને પ્રેરણા આપતા કહ્યુ કે, જો તમે સારી રીતે અને ચતુરાઈથી દુશ્મનનો સામનો કરો તો આપણાથી પણ જીતી જવાશે. પરંતુ હોજમાંથી કોઈને રાજાની વાત પર વિશ્વાસ આવતો ન હતો. બધા કહી રહ્યા હતા કે અમે માત્ર આટલા જ લોકો છીએ અને તે લોકો હજારોની સંખ્યામાં છે, તો પછી આપણે કઈ રીતે જીતી શકીએ.

રાજાએ કહ્યું આપણે એક કામ કરીએ આપણે આપણા નસીબ ને અજમાવી જોઈએ અને જાણીએ કે નસીબ શું કહેવા માગે છે. આથી રાજાએ એક સિક્કો લીધો સિક્કો લઈને તેને હવામાં ઉછાળ્યો પછી તેની પ્રજા અને ફોજને કહ્યું કે જો સિક્કામાં હેડ્સ આવે તો આપણે જીતી જઈશૂ અને ટેલ્સ આવે તો આપણે હારી જઈશું. આથી લોકોમાં આશ્વર્ય વ્યાપી ગયુ. જ્યારે સિક્કો નીચે આવ્યો ત્યારે લોકોના આશ્વર્ય ની વચ્ચે તેમાં હેડ્સ આવ્યુ. આથી લોકો રાજી થઈ ગયા કે આપણા નસીબ માં તો જીતવાનું લખ્યુ છે.

આ પછી ફોજ માં નવો જ ઉમંગ, જુસ્સો અને હિમ્મત આવી ગઈ. અને તેઓ એ દુશ્મન ના આક્રમણ નો લડીને બદલો આપવા નું શરુ કર્યુ. અને લોકોએ મનોમન માની લીધુ હતુ કે તેઓ જીતી જ જશે. અને દુશમન સામે લડવાનું ચાલુ રાખ્યુ. અને દરેક ફોજી ની હિમ્મત અને તાકાત રંગ લાવી, અંતે એ લોકો જીતી ગયા.

યુધ્ધ પુરુ થયુ, રાજા એ પ્રજા અને ફૌજ ને આદેશ આપ્યો કે દરેકે રાત્રે મીજબાની માં હાજર રહેવું.

આથી જીતના જસ્ન માટે બધા લોકો ભેગા થયા. ફોજ માંથી તેના વડા એ રાજાને કહ્યુ મહારાજ, નસીબ નો ખેલ પણ કેવો જોરદાર છે, આપણને હાર માંથી ઉગારી લીધા. આપણા નસીબ માં જીતવાનું લખ્યુ હતુ એટલે આપણે જીતી ગયા!

રાજાએ કહ્યુ હા, નસીબ નો ખેલ જોરદાર જ હોય છે. પછી તેને પહેલો સીક્કો હવામાં ઉછાળ્યો હતો તે સીક્કો દેખાડ્યો. અને જોઈને ફોજ ના વડાના હોંશ ઉડી ગયા કારણ કે સીક્કા ની બંને બાજુ હેડ્સ જ હતુ.

એટલે કે સીક્કા ની બંને બાજુ હેડ્સ હોવાથી તે ગમે તેમ પડ્યો હોત તો હેડ્સ જ આવત. આનાથી એક વાત સાબીત થઈ શકે કે જીત અને હાર આપણા મગજમાં જ છે, જો આપણે વિચારીએ કે આપણે જીતીશું તો કોઈ આપણને હારતા રોકી શકતુ નથી.

અને ઘણી વાર જીંદગીમાં સફળતા ન મળવાના ડરથી આપણે કામ કરવાનું ટાળીએ છીએ. પરંતુ કામ જ નહીં કરીએ તો સફળતા કઈ રીતે મળી શકે? આથી મનમાં નક્કી કરી ને કામ કરવાનું ચાલુ કરવું જોઈએ, પછી સફળતા મેળવતા કોઇ રોકી નહીં શકે. થીન્ક પોઝીટીવ!

Tuesday, 25 December 2018

વ્યાઘની વાર્તા


એક સન્યાસી એક જંગલમાં ગયા. તેઓ એક વૃક્ષ નીચે ધ્યાન ધરવા બેઠા. વૃક્ષ ઉપર એક કાગડો અને બગલો ઝઘડતા હતા એટલે સન્યાસીને ધ્યાન ધરવામાં વિક્ષેપ પડતો હતો. સન્યાસી ગુસ્સે થઇ ગયા અને એમણે માત્ર એક વિચાર જ કર્યો કે આ કાગડો અને બગલો બળીને ભસ્મ થઇ જવા જોઈએ. સંન્યાસીનું ત્યાગમય જીવન અને ધ્યાનની એકાગ્રતા હોવાથી એમની પાસે અપાર શક્તિ આવી ગઈ હતી. એમના આ વિચાર માત્રથી જ કાગડો અને બગલો બળીને ભસ્મ થઇ ગયા! આ જોઇને સન્યાસીને પોતાની શક્તિ માટે અભિમાન થઇ ગયું.

એક દિવસ તેઓ ગામમાં ભિક્ષા લેવા ગયા. તેમણે એક ઘરે જઈને ભિક્ષા માંગી. ઘરમાં એક સ્ત્રી કામમાં વ્યસ્ત હતી. એણે સન્યાસીને થોડી રાહ જોવા કહ્યું. થોડો વધારે સમય રાહ જોવી પડી એટલે સન્યાસીને ગુસ્સો આવી ગયો. પેલી સ્ત્રી ઘરમાંથી ભિક્ષા લઈને બહાર આવી. એણે સન્યાસીને કહ્યું કે એમના માટે આવો ગુસ્સો કરવો યોગ્ય નથી અને દરેક વખતે પેલાં પક્ષીઓ બળી ગયાં એવું ન બને. સન્યાસીને ખુબ જ નવાઈ લાગી કે આ સ્ત્રીને જંગલમાં બનેલી ઘટનાની કેવી રીતે ખબર પડી?

સન્યાસીએ સ્ત્રીને એની આવી શક્તિ વિષે પૂછ્યું. એ સ્ત્રીએ કહ્યું કે તે ખુબ જ સમર્પિત થઈને એના કુટુંબની સેવા કરે છે. તે નિષ્ઠાપૂર્વક એના કામ કરે છે અને ભગવાનની સેવા કરતી હોય એવી રીતે ઘરડા સાસુ સસરાની સેવા કરે છે. આથી એને આવી શક્તિ મળી છે. એ સ્ત્રીએ સન્યાસીને એક વ્યાઘ - કસાઈ પાસે જઈને થોડું જ્ઞાન મેળવવા કહ્યું.

સન્યાસીને એક કસાઈ પાસે જ્ઞાન લેવા માટે સંકોચ તો થયો પરંતુ આ સ્ત્રીની શક્તિ જોઇને એમને થયું કે એણે જેની પાસે જ્ઞાન લેવાનું સુચન કર્યું છે એ વ્યાઘને મળવું તો જોઈએ. સન્યાસી વ્યાઘને ઘરે ગયા ત્યારે એ માંસ કાપતો હતો! આખા ઘરમાં વાસ આવતી હતી. સન્યાસીએ વિચાર્યું કે આવો ઘાતકી માણસ કેવી રીતે જ્ઞાન આપી શકે? વ્યાઘે સન્યાસીને કહ્યું કે તેને ખબર છે કે પેલી સ્ત્રીએ એમને અહીં મોકલ્યા છે. એણે સન્યાસીને થોડી રાહ જોવા કહ્યું. સન્યાસીને ખુબ જ નવાઈ લાગી કે આ વ્યાઘને આ વાતની કેવી રીતે ખબર છે?

વ્યાઘ સન્યાસીને એના ઘરમાં લઇ ગયો અને થોડી રાહ જોવા કહ્યું. એણે એના ઘરડા મા બાપને સ્નાન કરાવ્યું, ખાવા આપ્યું, દવા આપી અને એમને સુવા માટે પથારી કરી આપી. પછી એ સન્યાસી પાસે આવ્યો.

સન્યાસીએ વ્યાઘને આત્મા બાબતે અને અન્ય ઉચ્ચ કક્ષાના જ્ઞાન બાબતે પૂછ્યું. વ્યાઘે સન્યાસીને ઘણો જ સુંદર ઉપદેશ આપ્યો જે "વ્યાઘ ગીતા" તરીકે જાણીતો છે.

વ્યાઘે સન્યાસીને કહ્યું કે કોઈ પણ કામ ખરાબ નથી. તે પોતે પોતાના આગલા જન્મના કર્મોને લીધે આ જન્મમાં વ્યાઘ-કસાઈ થયો હતો. પરંતુ એ એની ફરજો પ્રત્યે સમર્પિત હતો અને ભગવાનની જેમ એના મા બાપની સેવા કરતો હતો. પેલી સ્ત્રી પણ એની ફરજો પ્રત્યે સમર્પિત હતી. દરેક વ્યક્તિએ નિષ્ઠાપૂર્વક સમર્પિત થઈને પોતાના કાર્યો કરવા જોઈએ. આ રીતે કોઈ ગૃહસ્થ અને સન્યાસી વચ્ચે કોઈ જ તફાવત નથી. એણે સન્યાસીને સલાહ આપી કે એમણે એમના સન્યાસ અને શક્તિઓ માટે ક્યારેય અભિમાન ન કરવું જોઈએ.

Sunday, 9 December 2018

જેવા સાથે તેવા

એક બગલો નદી કિનારે રહેતો હતો. 

એક દિવસ એક શિયાળ નદીમાં પાણી પીવા આવી ચડ્યું. શિયાળ અને બગલા વચ્ચે ઓળખાણ થઈ. વાતવાતમાં બંને પાકા ભાઈ બંધ થયાં.

શિયાળ મીઠું મીઠું બોલે પણ એની દાનત હતી ખોરા ટોપરા જેવી. એક દિવસ શિયાળ કહે - બગલાભાઈ ! તમે મારા દોસ્ત થયા. તમને ખીર ભાવે છે ને ? કાલે હું ખીર બનાવી તમારા માટે લેતો આવીશ. તમે પેટ ભરી તે ખાજો. બગલાએ કહ્યું - સારું.

ચાલાક શિયાળ પહોળી તાસકમાં ખીર પીરસીને લઈ આવ્યું. શિયાળે બગલાને કાંઠે બોલાવ્યો. શિયાળ કહે - લો બગલાભાઈ, તમે નિરાંતે ખીર ખાઓ. હું તાસક પકડી રાખું છું !

બગલો ખીર ખાવા ગયો પણ તાસક હતી છીછરી ને બગલાની સીધી અણીદાર ચાંચ એટલે એ ખીર ખાઈ શક્યો નહિ. એ જોઈ શિયાળ મનમાં ને મનમાં મલકાયું.

બગલો મનમાં સમસમી ગયો. એણે કહ્યું - વાહ, શિયાળભાઈ ! તમે મારા માટે કેટલી સરસ ખીર બનાવી છે ! એની સુંગધથી જ મારું પેટ ભરાઈ ગયું છે. હવે એમ કરો આવતી કાલે તમે મારે ત્યાં જમવા આવજો. હું તમારા માટે તમને ભાવતી બાસુંદી બનાવીને તૈયાર રાખીશ. 

જમવાનું આમંત્રણ મળતાં શિયાળ રાજી રાજી થઈ ગયું અને પોતાના ભાગની તેમ જ બગલાના ભાગની ખીર સફાચટ કરી ગયું. 

બીજે દિવસે શિયાળ બગલાને ઘેર જમવા પહોંચી ગયું. બગલાએ સાંકડા મોં વાળા બે કૂંજામાં બાસુંદી ભરી તૈયાર રાખી હતી. 

બગલો કહે - તમને બાસુંદી ભાવે છે. એટલે મેં બાસુંદી બનાવી છે. લો શિયાળભાઈ ખાવ. આમ કહી બગલાએ શિયાળ પાસે કૂંજો મૂકયો. બીજા કૂંજામાંથી બગલો બાસુંદી ખાવા માંડયો. 

શિયાળ બાસુંદી ખાવા ગયું પરંતુ એનું મોં કૂંજામાં પેસી જ ન શક્યું. તે કૂંજો હાથમાં પકડી બગલાને બાસુંદી ખાતો જોઈ જ રહ્યું. બગલાની યુક્તિ શિયાળ સમજી ગયું. એ નરમ અવાજે બોલ્યું - બગલાભાઈ, તમારી બાસુંદીની સુવાસથી જ મારું પેટ ભરાઈ ગયું, હોં ! આમ કહી ઢીલા મોઢે એ જતું રહ્યું. 

શિયાળને જતું જોઈ બગલો મનમાં કહે - જેવા સાથે તેવા થઈએ તો જ ગામ વચ્ચે રહેવાય, સમજ્યા !

જ્યાં સંપ ત્યાં જંપ

એક હતો ખેડૂત. તેને પાંચ દીકરા હતા. તે બધા બળવાન અને મહેનતુ હતા. પણ તેઓ અંદરોઅંદર એકબીજા સાથે લડતા-ઝઘડતા હતા.

ખેડૂતની ઈચ્છા હતી કે પાંચેય દીકરા ઘરમાં સંપીને શાંતિથી રહે. એટલે તે એમને ખૂબ સમજાવતો. પરંતુ ખેડૂતની સલાહની દીકરાઓ પર કોઈ અસર થતી નહિ. તેથી ખેડૂત હંમેશા ચિંતાતુર રહેતો. 

એ રોજ વિચાર કરતો કે આ છોકરા સંપીને રહે તે માટે શું કરવું જોઈએ? એક દિવસ અચાનક તેને ઉકેલ મળી ગયો. તેણે પાંચેય દીકરાને પોતાની પાસે બોલાવી કહ્યું: ‘જુઓ આ લાકડાની ભારીમાંથી એક પણ લાકડી કાઢ્યા વિના આખી ભારી તમારામાંથી કોણ તોડી શકે છે?’

ખેડૂતના દરેક દીકરાએ વારાફરતી લાકડાની એ ભારી હાથમાં લીધી. દરેકે તે ભારીને તોડવા બળપૂર્વક ખૂબ પ્રયત્ન કર્યો. પરંતુ એમાંથી કોઈ પણ એ ભારી તોડી ન શક્યો.

પછી પેલા ઘરડા ખેડૂતે કહ્યું: ‘ચાલો લાકડાની ભારી છોડી નાખો અને તેની લાકડી એક પછી એક તોડી નાખો.’ દરેકે એક પછી એક લાકડી હાથમાં લીધી અને સરળતાથી તોડી બતાવી.

પછી ખેડૂતે સલાહ આપતાં કહ્યું: ‘એક એક લાકડી સહેલાઈથી તૂટી ગઈ કેમકે તે મજબૂત નહોતી. પણ એ જ લાકડીઓ જ્યારે ભારીમાં બંધાયેલી હતી ત્યારે ખૂબ જ મજબૂત હતી. તમે પણ પાંચેય જણ સંપથી રહેશો તો મજબૂત બનશો પરંતુ લડી ઝઘડીને અલગ અલગ રહેશો તો કમજોર બનશો.’

નકલ કરતા અક્કલ સારી

ઘણાં વરસો પહેલાંની વાત છે. એક ફેરિયો ટોપીનો વેપાર કરતો હતો. તે ગામે ગામ ફરી લોકોને કહેતો રંગબેરંગી ટોપી લઈ લો. એની રંગીન ટોપી લોકોને ગમતી હતી. લોકો તે ખરીદી લેતા હતા ને પહેરી ખુશ થતાં હતાં

એક દિવસ ટોપીનું પોટલું લઈ ખૂબ ચાલી તે થાકી ગયો હતો. રસ્તામાં એક મોટું ઝાડ આવ્યું. તેને થયું કે લાવ બે ઘડી આરામ કરું. ઝાડની છાયામાં તે પગ લંબાવી સૂતો. ઝાડ નીચે સરસ ઠંડો પવન આવતો હતો. થોડીવારમાં તો તે ઘસઘસાટ ઊંઘી ગયો.

એ ઝાડ ઉપર વાંદરા બેઠા હતા. વાંદરાંઓએ રંગબેરંગી ટોપીનું પોટલું જોયું ને નીચે ઊતરી આવ્યાં. એક અટકચાળા વાંદરાને તોફાન સૂઝ્યું. તેણે ટોપીઓનું પોટલું છોડી નાંખ્યું અને એક ટોપી કાઢી પહેરી લીધી. એનું જોઈને બાકીના બધાં વાંદરાંઓએ પણ ટોપીઓ લઈને પહેરી લીધી. કોઈએ એક રંગની ટોપી પહેરી તો બીજાએ બીજા રંગની ટોપી માથે ચડાવી.

થોડીવારે ફેરિયો જાગ્યો. એણે જોયું તો પોટલું ખાલી ને ટોપીઓ ગુમ. આજુબાજુ બધે જોયું તો ક્યાંય ટોપીઓ ન દેખાય. પછી ઉપર નજર કરી તો દેખાયું કે ઝાડ ઉપર ઘણાં બધાં વાંદરાંઓ ટોપી પહેરી કૂદાકૂદ કરતાં હતાં.

થોડો વખત તો તે વિચારમાં પડી ગયો કે હવે કરવું શું? વિચાર કરતા કરતા ફેરિયાને એક યુક્તિ જડી ગઈ. તે જાણતો હતો કે વાંદરાં નકલખોર હોય છે. તેણે પોતે પહેરેલી ટોપી માથેથી ઉતારી હાથમાં લીધી અને વાંદરાઓની તરફ જોરથી દૂર ફેંકી. વાંદરાંઓએ આ જોયું અને તેઓએ પણ ફેરિયાની નકલ કરી. ફેરિયાની જેમ જ દરેક વાંદરાએ પોતાના માથેથી ટોપી ઉતારી ફેરિયા તરફ ફેંકી.

બધી ટોપીઓ ટપોટપ નીચે આવી ગઈ. ફેરિયાએ બધી ટોપી વીણી લીધી અને તે પોટલામાં બાંધી ત્યાંથી ઝટપટ રવાના થઈ ગયો.

નકલ કામ બગાડે પણ અક્કલ કામ સુધારે તે આનું નામ !

શું ચડે? ભણતર કે સામાન્ય સમજ

એક ગામમાં ચાર મિત્રો રહેતા હતા. તેમાંના ત્રણ ખૂબ ભણીને વિદ્વાન થયા હતા. આમ તો તેઓ જ્ઞાનનો ભંડાર હતા પણ તેમનામાં સામાન્ય સમજદારીનો તદ્દન અભાવ હતો. ચોથો મિત્ર કંઈ ખાસ ભણ્યો ન હતો પણ તેનામાં સામાન્ય સમજ ઘણી હતી.

એક દિવસ ચારે મિત્રો પોતપોતાનું નસીબ અજમાવવા રાજાની રાજધાની તરફ જવા નીકળ્યા. રસ્તામાં એક જંગલ આવતું હતું. તેઓ હસી-મજાક કરતા જંગલમાંથી પસાર થતા હતા. અચાનક તેમની નજર એક ઝાડ નીચે પડેલાં હાડકાંના ઢગલા પર પડી. ચારેય મિત્રો ધીરે ધીરે ચાલતા હાડકાંના ઢગલા પાસે પહોંચ્યા. તેઓને થોડો ડર પણ લાગ્યો. પેલા વિદ્વાન મિત્રોમાંના એકે તો હાડપિંજરને બરાબર ધ્યાનથી જોયું પછી બોલ્યો: ‘આ કોઈ સિંહનાં હાડકાં લાગે છે. હું મારી વિદ્યાના બળે આ હાડકાને એકબીજાં સાથે ગોઠવી મરેલા સિંહનું હાડપિંજર તૈયાર કરી આપી શકું તેમ છું.’ એમ કહી તેણે સિંહનું હાડપિંજર તૈયાર કર્યું. 

હાડપિંજર જોઈને બીજા વિદ્વાન મિત્રે કહ્યું: ‘મારી વિદ્યાથી હું આમાં લોહી, માંસ-મજ્જા ભરી દઉં અને તેની પર ચામડી મઢી દઉં!’ એમ કહી તેણે હાડપિંજરને લોહી, માંસ-મજ્જા, ચામડીથી તૈયાર કરી દીધું.

આ જોઈ ત્રીજો વિદ્વાન મિત્ર બોલ્યો, ‘મારી વિદ્યાથી આ સિંહને હું જીવતો કરી શકું.’ પેલા ઓછું ભણેલા ચોથા મિત્રે વિચાર્યું કે આ સિંહ જીવતો થશે તો કોઈને છોડશે નહિ. તેણે સૌને ચેતવ્યા કે આ સિંહને જીવતો કરીને આપણે કોઈ ખતરો ઊભો કરવો નથી.

એક વિદ્વાન મિત્ર બોલ્યો, ‘આ મૂર્ખ આપણી વિદ્યાની અદેખાઈ કરે છે. આપણે એનું કાંઈ સાંભળવું નથી.’

બીજા બે વિદ્વાન મિત્રો પણ તેની વાત સાથે સંમત થયા. પેલો ચોથો શાણો મિત્ર દોડીને દૂર ઝાડ પર ચઢી ગયો. પેલા ત્રણ વિદ્વાન મિત્રો તેના તરફ હસ્યા. તેની મજાક ઉડાવી.

એક જણ બોલ્યો, ‘સાવ ડરપોક!

બીજો કહે, ‘અદેખો છે અદેખો!’

પછી પેલા ત્રીજા વિદ્વાન મિત્રે સિંહમાં પ્રાણ પૂર્યો કે તરત સિંહ આળસ મરડીને ઊભો થયો અને ત્રાડ પાડી. પાસે જ ઊભેલા પેલા ત્રણ વિદ્વાન મિત્રો પર સિંહ તૂટી પડ્યો અને તેમને ફાડી ખાધા. ઝાડ પર ચડી ગયેલા પેલા ચોથા મિત્રને તેની સામાન્ય બુદ્ધિ અને ડહાપણે બચાવી લીધો. 

આપણી પાસે જે કોઈ જાણકારી કે જ્ઞાન હોય તેનો વગર વિચારે ઉપયોગ ન કરવો જોઈએ.

ચતુરાઈ

 કાગડો હતો. ઉનાળાના દિવસોમાં ઊડતો ઊડતો તે ઘણે દૂર નીકળી ગયો. એવામાં તેને બહુ જ તરસ લાગી. તરસથી તેનો કંઠ શોષાવા લાગ્યો. આજુબાજુ કોઈ નદી કે તળાવ ન હતા.

પાણીની શોધમાં તે આમતેમ ભટકવા માંડ્યો. ઘણી શોધ કરવા છતાં તેને પાણી મળ્યું નહિ.

અચાનક તેની નજર એક કોઠી પર પડી. તેના આનંદનો પાર ન રહ્યો. ઝડપથી તે કોઠી પાસે પહોંચી ગયો. તેને થયું મહેનતનું ફળ મળ્યું ખરું!

જુએ તો કોઠીમાં પાણી તો હતું પણ ઠીક ઠીક નીચે હતું. તરસ્યા કાગડાએ પાણી પીવા ડોક લંબાવી પણ તેની ચાંચ પાણી સુધી પહોંચી નહિ.

પાણી પીવા તેણે ઘણી મહેનત કરી. ખૂબ ઊંચો નીચો થયો,પરંતુ બધી જ મહેનત નકામી ગઈ.

પણ તે હિંમત ન હાર્યો. ખંતથી કામ લેવાનું તેણે નક્કી કર્યું. કોઈપણ યુક્તિ કરીને તરસ છીપાવવી એમ તેણે વિચાર્યું.

તે ચતુર હતો. તેણે આજુબાજુ નજર કરી. બાજુમાં કાંકરાનો ઢગલો પડેલો હતો તે જોઈને તે મનમાં હરખાયો. તેને યુક્તિ સૂઝી ગઈ.

જો કે એમાં ઘણી જ ધીરજ અને મહેનતની જરૂર હતી. તરસે મરવા કરતાં મહેનત કરવી સારી એમ વિચારી તેણે ઢગલામાંથી ચાંચથી કાંકરો ઉપાડ્યો. કાંકરાને કોઠીમાં નાખ્યો. તેણે વારાફરતી ઊડી ઊડીને કાંકરા કોઠીમાં નાખવા માંડ્યા.

કોઠીમાં કાંકરા જેમ જેમ પડતા ગયા. તેમ તેમ કોઠીનું પાણી ઊંચે આવતું ગયું. પાણી છેક કાંઠા સુધી ઉપર આવ્યું ત્યાં સુધી કાંકરા નાંખ્યા.

કાગડાએ ચાંચ બોળી ધરાઈને પાણી પીધું. પેટ ભરીને પાણી પી ખુશ થતો પોતાના મુકામ તરફ ઊડી ગયો.

જ્યાં ચતુરાઈ અને મહેનત બન્ને સાથે હોય ત્યાં ગમે તેટલું અઘરું કામ પણ અઘરું રહેતું નથી.

રાજા ની ઉદારતા

રાજા શિબિ મહાન શાશક હતા.તેઓ ખ્બ જ દયાલુ હત.રાજ્યની પ્રજાને પોતનાસંતાનોની જેમ પ્રેમ કરતા.પ્રણીઓ પન તેમ્ને બહુ વહાલા.જરુરરિયાતવાલે કોઇ પન વ્યક્તી તેમ્ની મદદ લિધા વગર પાછે ન જતે.તેથી જ તેમ્ની ખ્યતી દુર શુધે ફેલાઈ હતી.
એકા દિવસની વાત ચી.રજા શેબે દરબાર ભરેને બેથા હતા.અચાનકા એક કબુતર ઉદ્તુ-ઉદ્તુ દરનબારમાં આવી પહોંચ્યું.તે રજાના ખોલામા બેથું.બહુ ગભરાયેલું હતું.તેને કહુયું,'હે રાજન,મરા દુશમન મને બચાવો.મને મરે નખવા મતે એ મરે પચલ પદ્યો ચી.' રાજા એ કહ્યું,'હે પ્રિયે પંખી ડરીશ નહિ.અહી તરે ભય રખવાની જરુ ર નથિ.'
કબુતર પાચલ પદેલું બાજ આવે પહોંચ્યું.રાજાએ કબુતર ને આપેલું વચન તે શભલી ગયો હતો.તેને ખ્યુ,'હું બહુ ભુખ્યો છુ.અને આ પંખી મારો ખોરાક છે.મારો ખોરાક ખાતા તમારે મને ના રોકવો જોઈઅ.પંખીઓ ના મામલામા તમારે દખલગિરી ના કર્વી જોઈએ.

બાજની વાત સાભંળિ ને રાજએ કહ્યું,'તો પછે હું તરા મતે બીજા ભોજનની વ્યવસ્થા કરું.આ નાનાકડા પંખી કરતા એ મજેદાર હસે. બાજ કહે,'કબુતર જ મરો ખોરાક છે.મરે બિજુ ભોજેન નથી જોઈતું.
એ જ વખતે કબુતર અને બાજ અચાનક ગયબ થઈ ગયા.એ બંનેના સ્થાને ભગવાન પ્રગટ થયા અને કહ્યું,'હે રાજા અમે તો તમારી પરીક્સા લેવા આવ્યા હતા.તમરી દયાભાવના અને પરોપકારી વ્રુતી જોએને સાચે જ અમે પ્રસન્ન થયા છીએ.
રાજા શિબિએ પણ નમ્રતા થી માથું નમાવ્યું અને તેમનો આભાર માન્યો

Saturday, 24 November 2018

ઘમંડીનું માથું નીચું

નારિયેળના ઝાડ ખૂબ ઉંચા હોય છે અને જોવામાં પણ બહુ જ સુંદર હોય છે. 
એક વાર એક નદીના કાંઠે નારિયેળનો ઝાડ લાગેલું હતું. 
એના પર નારિયેળને એમના ઝાડને સુંદર હોવા પર બહુ જ ગર્વ હતું. 
સૌથી ઉંચાઈ પર બેસવાના પણ એમને માન હતું . 
આ કારણે ઘમંડમાં નારિયેળ હમેશા નદીના પત્થરને નાનું પડેલું કહીને એમનો અપમાન કરતો રહેતો. 
 
એક વાર શિલ્પ કારે એ પત્થરને લઈને બેસી ગયા અને એને તરાશવા માટે એના પર ઘણા રીતે પ્રહાર કરવા લાગ્યા. 
આ જોઈને નારિયેળને વધારે આનંદ આવી ગયું એં કહ્યું - એ પત્થર ! તારું પણ શું જીવન છે પહેલા એ નદીમાં પડી રહીને અહીં-તહી ટકરાવતો રહ્યું અને બહાર આવતા માણસના પગના નીચે દબાવતું રહ્યું અને આજે તો બહુ જ થયું , આ શિલ્પી આવીને તારા પર ઘા કરી રહ્યા છે. મને જો હું કેવી રીતે શાનથી આ ઉંચા ઝાડ પર બેસ્યો છું. 
પત્થર પર આ વાત પર ધ્યાન નહી આપ્યું નારિયેળ રોજ આવી જ રીતે પત્થરને અપમાનિત કરતો રહ્યું. 
થોડા દિવસ પછી એ શિલ્પકારએ પત્થરને તરાશીને શાલિગ્રામ બનાવ્યા અને પૂર્ણ આદર સાથે એમની સ્થાપના મંદિરમાં કરી. 
પૂજા માટે નારિયેળને પત્થરના બનેલાએ  શાલિગ્રામના ચરણોમાં ચઢાવ્યું . 
એના પર પત્થરે નારિયેળથી બોલ્યું- નારિયેળ ભાઈ- કષ્ટ સહીને મને જે જીવન મળ્યું એનામાં ઈશ્વરની પ્રતિમાનો માન મળ્યું. 
હું આજે તરાશતા ઈશ્વરના સમતુલ્ય ગણાયો છું. 
જે સદૈવ હમેશા કર્મ કરે છે એ આદરના પાત્ર બને છે. પણ જે અહંકાર/ ઘમંડના ભાર લઈ ફરે છે એ નીચે આવીને પડે છે. 
ઈશ્વર માટે સમર્પણનો મહત્વ છે ઘમંડનો નહી. પૂરી વાત નારિયળએ માથા નમાવીને સ્વીકાર કરી . જેના પર નદી બોલી એને કહે છે ઘમંડીનો માથું નીચું. 
 
આ વાર્તાથી શીખ મળે છે કે અમે ઘમંડ કરીને પોતાનો જ અપમાન કરીએ છે.  ઘમંડ માણસ જીવન માટે એક શત્રુની રીતે જ છે જે હમેશા એમના માટે વિનાશના માર્ગ બને છે. 

બાપા કાગડો

એક છોકરો. છોકરો બહુ કાલો ને પડપૂછિયો હતો. રોજ તે બાપની સાથે દુકાને જાય અને બાપને કાંઈનું કાંઈ પૂછ્યા જ કરે. વાણિયો એટલો બધો શાંત હતો કે દીક...