Tuesday 5 February 2019

સમજી ને કામ કરવું જોઈએ



એક પોપટ હતો.
તેનું નામ હતુ મિઠ્ઠુરામ.
તેનું ઘર હતુ એક પિંજરુ, તે જ તેની દુનિયા હતી. મિઠ્ઠુરામનો અવાજ ખૂબ સારો હતો પણ તે ફક્ત રાત્રે જ ગાતો હતો.
એક રાત્રે જ્યારે મીઠ્ઠુરામ ગીત ગાઈ રહ્યો હતો ત્યારે ત્યાંથી એક ચામાચિડિયુ નીકળ્યુ.
ચામાચિડિયાએ જોયુ કે મીઠ્ઠુરામનો અવાજ તો બહુ જ મીઠો છે.
ચામાચિડિયાએ મીઠ્ઠુરામને પૂછ્યુ ' કેમ ભાઈ, તારો અવાજ આટલો મીઠો છે, છતાં તુ રાત્રે જ કેમ ગાય છે ? 

મીઠ્ઠુરામે તેનું કારણ જણાવતા કહ્યુ કે - એક વાર જ્યારે હું જંગલમાં દિવસના સમયે ગાઈ રહ્યો હતો ત્યારે એક શિકારી ત્યાંથી નીકળ્યો.
તેણે મારો અવાજ સાંભળ્યો અને તે કારણે જ મને કેદ કરી લીધો.
ત્યારથી આજ સુધી હું આ પિંજરામાં કેદ છુ.
આ બતાવતા મીઠ્ઠુરામ બોલ્યો કે ત્યારપછી મેં આ શીખી લીધુ છે કે દિવસમાં ગાવુ એ મુસીબતનું કારણ બની શકે છે તેથી હવે હું રાત્રે જ ગાઉં છુ.

 ચામાચિડિયાએ કહ્યુ કે - 'દોસ્ત આ તો તારે કેદ થતાં પહેલા વિચારવું જોઈતુ હતુ.

સાચી વાત છે આપણે ઘણીવાર ભૂલો કર્યા પછી જ કશુક શીખીએ છીએ,વિચારીએ છીએ
પણ એ જરૂરી નથી કે દરેક સમયે શીખવા માટે ભૂલ જ કરવી પડે. કેટલીય વાર કોઈ કામને કરતા પહેલા જો આપણે થોડી સાવધાની રાખીએ તો ભૂલ કરવાથી બચી શકીએ છીએ અને નુકશાન પણ નથી થતુ.
તેથી બાળકો હંમેશા યાદ રાખો કે બુધ્ધિમાન તે જ હોય છે જે હંમેશા સમજી વિચારીને કામ કરે છે. 




 


 

વસંત પંચમી



ઋતુઓની રાણી વસંતના આગમનની સાથે જ જાણે કે ધરતી ખીલી ઉઠે છે.
પ્રકૃતિના આ મહોત્સવ સાથે જ્ઞાન અને વિદ્યાની દેવી મા શારદાનો સંગમ છે.
વસંત પંચમીના પર્વને ઉજવવા પાછળનું કારણ વસંત પંચમીના દિવસે દેવી સરસ્વતીની જ્યંતિ હોવાનું પણ માનવામાં આવે છે. કહેવાય છે કે દેવી સરસ્વતી વસંત પંચમીના દિવસે બ્રહ્માના માનસથી અવતરીત થયા હતા.
વસંતના ફૂલ, ચંદ્રમા અને તુષાર જેવો તેમનો રંગ હતો. 

વસંત પંચમીના દિવસે માતા શારદાની પૂજા કરવામાં આવે છે.
માતા સરસ્વતીની પૂજાથી પ્રાપ્ત થતા જ્ઞાન અને કળાના સમાવેશથી મનુષ્યના જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવે છે. મહા મહિનાની સુદ પાંચમે સૌથી પહેલાં શ્રીકૃષ્ણએ દેવી સરસ્વતીનું પૂજન કર્યું હતું. ત્યારથી સરસ્વતી પૂજનનું પ્રચલન વસંત પંચમીના દિવસે ઉજવવાની પરંપરા ચાલતી આવે છે. 
સરસ્વતીએ પોતાના ચાતુર્યથી રાક્ષસરાજ કુંભકર્ણથી દેવોને બચાવ્યાં હતાં. તેમની એક મનોરમ કથા વાલ્મીકીના ઉત્તરાખંડમાં આવે છે. કહેવાય છે કે દેવીનું વરદાન મેળવવા માટે કુંભકર્ણે દસ હજાર વર્ષ સુધી ગોર્વણમાં ઘોર તપસ્યા કરી હતી. જ્યારે બ્રહ્મા પ્રસન્ન થઈને તેમને વરદાન આપવા લાગ્યા ત્યારે દેવોએ તેમને વિનંતી કરી કે આ દાનવ છે અને વરદાન મેળવ્યાં બાદ તે વધારે ઉન્મત્ત થઈ જશે. ત્યારે બ્રહ્માએ સરસ્વતીનું સ્મરણ કર્યું. સરસ્વતી રાક્ષસની જીભ પર સવાર થઈ ગયાં. 
સરસ્વતીના પ્રભાવથી કુંભકર્ણે કહ્યું કે 'સ્વપ્ન વર્ષાવ્યનેકાનદેવ દેવ મમાપ્સિન મ। ' એટલે કે હું વર્ષો સુધી સુતો રહું તેવી મારી ઈચ્છા છે. આ રીતે દેવોને બચાવવાથી સરસ્વતી વધારે પૂજ્ય બન્યા. મધ્યપ્રદેશમાં મેહરની અંદર આલ્હા દ્વારા બનાવેલ સરસ્વતી દેવીનું પ્રાચીન મંદિર આવેલું છે. લોકોનો વિશ્વાસ છે કે આલ્હા આજે પણ વસંત પંચમીના દિવસે દેવી સરસ્વતી પૂજા કરવા અહીંયા આવે છે. 


એક લોકવાયકા અનુસાર પ્રાચીનકાળમાં ગુરૂના શ્રાપથી યાજ્ઞવલ્ક્ય મુનિની વિદ્યા નષ્ટ થઈ ગઈ હતી. તેમણે સરસ્વતીની પૂજા કરી. ત્યાર બાદ સરસ્વતીની કૃપાથી તેમની સ્મરણશક્તિ પાછી આવી હતી. વસંટ પંચમીના દિવસે ઋષિએ પોતાની વિદ્યા પાછી મેળવી હતી. આપણા પૌરાણિક ગ્રંથોમાં વાગ્દેવી સરસ્વતીના શાસ્ત્રોક્ત રૂપ- સ્વરૂપોનું વિશાળ વર્ણન મળે છે. ઋગ્વેદમાં વિદ્યાની દેવીને એક પવિત્ર સરિતના રૂપમાં વર્ણિત કરવામાં આવી છે. 


પૌરાણિક ઉલ્લેખ મળે છે કે દેવી મહાલક્ષ્મીથી જે તેમનું સત્વ પ્રધાન રૂપ ઉત્પન્ન થયું દેવીનું તે સ્વરૂપ સરસ્વતીના નામે ઓળખાયું. દેવગર્ભા દેવી સરસ્વતી ચંદ્રમાને સમાન શ્વેત તેમજ અયુધોમાં અક્ષમાલા, અંકુશ, વીણા સહિત પુસ્તક ધારણ કરેલ દર્શાવી છે. બુલંદખેડાના કવિ મઘુએ માઁ શારદાનું વર્ણન આ રીતે કર્યું છે. 
' ટેર યો મધુને જબ જનની કહી 
હૈ અનુરક્ત સુભક્ત અધીના 
પાંચ પયાદે પ્રમોદ પગી ચલી 
હે સહુ કો નીજ સંગ ન લીના 
ધાય કે આય ગઈ અતિ આતુર 
ચાર ભુજાયો સજાય પ્રવીણા 
એક મે પંકજ એક મે પુસ્તક 
એક મે લેખની એક મે બીના'. 
મહાભારતમાં દેવી સરસ્વતીને શ્વેત વર્ણવાળી, શ્વેત કમળ પર આસીન તેમજ વીણા અક્ષમાળા તેમજ પુસ્તક ધારણ સ્વરૂપ રચવાનો નિર્દેશ આપ્યો છે. તે વખતે નિર્દેશોને અનુસાર જ કલાકારોએ વાગ્દેવીને વિવિધ શાસ્ત્રસમ્મત રૂપોને પાષાણ અને ચિત્રોમાં અંકિત કરી હતી.


Friday 1 February 2019

ભિખારી કોણ??

ભીડ ભરેલા બજારમાં શાકભાજીની લારી લગાવવા માટે લાલુને સવારે આવતા જ નગરપાલિકાના કર્મચારીઓને વસૂલી આપવી પડતી હતી.
ટ્રાફિક પોલીસને રોજ સાંજે ત્રીસ રૂપિયા આપવા પડતા હતા, જેથી ટ્રાફિક વ્યવસ્થિત ચાલી શકે. 

 આજે સાંજે લારી પર ગ્રાહકોની સારી એવી ભીડ એકઠી થઈ હતી. તેને ગ્રાહકોની વચ્ચે વ્યસ્ત જોઈને પોલીસવાળો એક બાજુ ઉભો થઈ ગયો. તેણે હાથમાં પકડેલો ડંડો બાજુ પર મુકી દીધો હતો. 


ગ્રાહકોથી ફુરસદ મળતા જ તે પોલીસવાળાને આપવા રૂપિયા એકત્ર કરી જ રહ્યો હતો, એટલામાં એક ભિખારી આશીર્વાદના વચનો બોલતો બોલતો તેની સામે આવીને ઉભો રહી ગયો. એક રૂપિયાનો સિક્કો તેણા વાંડકામાં નાખીને તે પોલીસવાળા રૂપિયા આપીને ગુસ્સામાં બોલ્યો - 'આખો દિવસ ભીખ માંગનારા હેરાન કરી નાખે છે સાહેબ... ભગવાન જાણે આ લોકોથી મુક્તિ ક્યારે મળશે ?


બાપા કાગડો

એક છોકરો. છોકરો બહુ કાલો ને પડપૂછિયો હતો. રોજ તે બાપની સાથે દુકાને જાય અને બાપને કાંઈનું કાંઈ પૂછ્યા જ કરે. વાણિયો એટલો બધો શાંત હતો કે દીક...