Tuesday, 25 December 2018

ટાઢું ટબુકડું

એક ગામમાં એક માજી એકલાં રહેતાં હતાં.ગામ જંગલની નજીક હતું. જંગલમાં સિંહ, વાઘ જેવા જંગલી પ્રાણીઓ રહેતા હતા.

એક દિવસ ત્યાં ભારે વરસાદ પડ્યો. નદીમાં પૂર આવી ગયું. પૂરનું પાણી જંગલમાં આવી ગયું એટલે કેટલાક જંગલી પ્રાણીઓ ગામમાં દોડી આવ્યા. એક વાઘ માજીના ઘર પાસે આવી ગયો. વાઘ ભૂખ્યો હતો એટલે માજીને બીક લાગીકે તે એમને મારશે તો? માજી ગાવા લાગ્યાં:

"હું તો સિંહડાથી ન બીવું, વાઘડાથી ન બીવું, પણ ટાઢા ટબુકડાથી બીવું".

આ સાંભળીને વાઘ અચંબામાં પડી ગયો. આ કેવું કે માજીને કોઈ જંગલી પ્રાણીની બીક નથી લાગતી પણ એક ટાઢા ટબુકડાની બીક લાગે છે?એણે ટાઢા ટબુકડાને મળવાનું નક્કી કર્યું અને એ માજીના ઘરે ગયો. વાઘ માજીના ઘરની બહાર ઊભો રહ્યો.

માજીના ઘરનું છાપરું નળિયાનું બનેલું હતું.વરસાદનું પાણી નળિયા પરથી ટપકતું હતું.વરસાદ રહી ગયો હતો એટલે પાણી ટીપે ટીપે ટપકતું હતું. ઠંડીને લીધે ટીપું ખુબ જ ઠંડુ અને ધ્રુજાવી દે એવું હતું. માજી આ ઠંડા ટીપાંને ટાઢું ટબુકડું કહેતાં હતાં. વાઘ પર ટીપું પડ્યું ત્યારે એ ઠંડીથી ધ્રુજી ગયો. ઠંડુ પાણી ટીપે ટીપે પડતું હતું એટલે વાઘ એના ઠંડા, ધ્રુજાવી દે એવા મારથી ગભરાઈ ગયો. વાઘ માજીના ઘર પાસેથી ભાગી ગયો.

આમ ટાઢા ટબુકડાએ માજીને બચાવી લીધાં!

No comments:

Post a Comment

બાપા કાગડો

એક છોકરો. છોકરો બહુ કાલો ને પડપૂછિયો હતો. રોજ તે બાપની સાથે દુકાને જાય અને બાપને કાંઈનું કાંઈ પૂછ્યા જ કરે. વાણિયો એટલો બધો શાંત હતો કે દીક...