એક સમયની વાત છે, એક હાથી અને એક કીડી જંગલમાં રહેતાં હતા.હાથી ધીર અને દયાળુ પ્રાણી હતો,પરંતુ કીડી તેના મિત્ર જેવી નહોતી.કીડી હંમેશા હાથીની મજાક ઉડાવતી હતી,હંમેશા તેને કહ્યા કરતી કે તે ખૂબ જ વિશાળ છે,અથવા તેનું નાક ખૂબ જ મોટું છે.
‘આવા લાંબા નાકની તને શા માટે જરૂર પડે છે?’ કીડીએ વ્યંગ સ્મિત સાથે પૂછતી.‘તને ખબર નથી કે આવા લાંબા નાક સાથે તું મૂર્ખ દેખાય છે? અને શા માટે તારા કાન આટલા મોટા અને ઢળી પડેલા છે? તને ખબર નથી કોઈપણ પ્રાણીને આટલા મોટા કાનોની જરૂર પડતી નથી?’
સમય જતાં નાની કીડી વારંવાર હંમેશા બધાને ચીડવતી રહેતી હતી અને નીચ કક્ષાની બનતી હતી.અને કીડી માત્ર હાથીને જ ચીડવતી નહોતી; તે વાઘને તેના પટ્ટાઓ માટે અને જીરાફને તેની લાંબી ડોક માટે ચીડવતી હતી. તે વાંદરાને તેની પૂંછડી માટે ચીડવતી અને તે સુંદર પક્ષીઓને તેમના પીંછાઓ માટે પણ ચીડવતી.
વાઘ અને જીરાફ અને વાંદરો અને પક્ષી સહુ દયાળુ હાથી જેટલા ધીર નહોતા,અને તેઓ તરત જ કીડી અને તેની ચીઢવણીથી એટલા ગુસ્સે થઈ ગયા કે તેઓએ આ તોફાની પ્રાણીને તેમની નજીક આવવાની ના પાડી.
‘મારી પાસે પૂરતું છે,’ વાઘ ચિલ્લાયો. ‘જો હું તે કીડીને ફરીથી જોઈશ તો હું તેને ખાઈ જઈશ!’
‘જો હું તેને ફરી જોઈશ તો હું તેને છૂંદી નાખીશ!’ જીરાફે કહ્યું.
‘અને જો હું તેને ફરી જોઈશ તો હું તેને ખૂબ જ ઊંચા ઝાડથી ફેંકી દઈશ!’ વાંદરાએ જાહેર કર્યુ.
સુંદર પક્ષી ઊડી ગયું અને ફરી ક્યારેય આ તોફાની નાની કીડી સાથે કંઈપણ કરવાની ના પાડી.
કીડી જલ્દી જ જંગલના પ્રાણીઓથી દૂર રહેતાં શીખી ગઈ; સિવાય ધીર હાથીથી,તે કારણે હાથી હજી પણ તોફાની નાની કીડીથી ડરતો હતો.
પરંતુ કીડીને તે ખબર નહોતી કે હાથી ખરેખરમાં કેટલો દયાળું હતો,અને તે આટલો વિશાળ હોવા છતાં પણ તેણે ઉદાર વિશાળ પ્રાણીને ચીડવવાનું ચાલું રાખ્યું. તે હાથીના કાનની અંદર ચડી ગઈ અને ગુસપુસ કરવા લાગી, ‘હાથી,તું શા માટે આટલો વિશાળ અને ધીમો છે? અને શા માટે તારા પગ આટલા મૂર્ખાઈભર્યા અને ચોરસ છે?’
હાથીએ તેના કાનમાંથી તોફાની કીડીને બહાર નિકાળવા તેનું માથું હલાવ્યું,પરંતુ કીડીએ મજબૂત રીતે પકડ રાખી હતી અને તે તેની ચીઢવણીથી ક્યારેય બંદ થતી નહોતી.
‘તું કેટલો ઘરડો છે,’ કીડીએ કહ્યું, ‘અને તું કેટલો ભારે ભરખમ અને ધીમો છે.’
આ વખતે હાથી કીડી અને તેની ચીઢવણીથી બિલકુલ કંટાળી ગયો હતો,અને તેથી છેવટે તેણે તેની ધીરજ ગુમાવી.
‘હું ધીમો હોઈ શકું,હું ઘરડો હોઈ શકું, અને મને મોટા ઢળી પડેલા કાનો પણ હોઈ શકે,પરંતુ હું તરી શકું છું.’
‘ અને તે કહેવા દ્વારા તારો શું મતલબ છે?’ કીડીએ પૂછ્યું.
હાથીએ જવાબ આપ્યો નહી; તે બદલે તેણે નદી તરફ ધીમી અને એકધારી કૂચ કરી, નદીના કાંઠે ઉતર્યો,અને બીજો કોઈપણ શબ્દ બોલ્યા વગર સીધો પાણીમાં ગયો.
‘ના!’તોફાની નાની કીડી રડવા લાગી. ‘હું તરી શકતી નથી! હું તરી શકતી નથી!’
‘કયા પ્રકારના પ્રાણીઓ તરી શકતા નથી?’ હાથીએ પૂછ્યું તેણે તેના કાન ઉપાડ્યા અને પાણીમાં ઊંડે ડબોળ્યા.
તોફાની નાની કીડી પાણીના પ્રવાહ સાથે હાથીના કાનમાંથી બહાર તરી આવી અને મજબૂત પ્રવાહ સાથે દૂર નિકળી ગઈ ફરી ક્યારેય ન દેખાવા માટે.
તે દિવસથી આજ સુધી,તોફાની કીડીની વાર્તા જંગલના નાના પ્રાણીઓને સૂવાના સમય પહેલા કહેવામાં આવે છે જેથી કરીને તેઓ શીખે કે ક્યારેય પણ મિત્રો કે પરિવાર કે અપરિચિતોને ચીડવવા નહી, ‘કારણકે,’ વડીલો તેમના નાના બાળકોને કહે છે, ‘તમે પણ કદાચ તોફાની નાની કીડીની જેમ નદીના પ્રવાહની સાથે ધોવાઈને સમાપ્ત થઈ જાવ.’
No comments:
Post a Comment